કેસર કેરી 6 મહિના વહેલી આવી, 10 કિલોના 14,500 રૂપિયા મળ્યાં

By: Nation Gujarat Team
27 Oct, 2026

પોરબંદર તા. 27
પોરબંદરની કેરી બજારમાં આ ઓક્ટોબર મહિનામાં એક અનોખો નજારો જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી તેની સામાન્ય સિઝન કરતા લગભગ છ મહિના વહેલી બજારમાં આવી ગઈ છે.

પોરબંદર એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં યોજાયેલી હરાજી દરમિયાન કેસર કેરીના ચાર બોક્સના કુલ 53,500 રૂપિયા મળ્યાં હતાં, જેને જોઈને વેપારીઓ અને ખેડૂતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ હરાજીનું મુખ્ય આકર્ષણ હનુમાનગઢ ગામમાંથી આવેલું 10 કિલોગ્રામનું એક બોક્સ હતું, જેની ભારે હરીફાઈ વચ્ચે 14,500 રૂપિયાના ઊંચા ભાવે બોલી લગાવીને વેચાણ થયું હતું.

માર્કેટ યાર્ડના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હરાજીમાં આવેલા ચાર બોક્સમાંથી ત્રણ બોક્સ રાણવાવ વિસ્તારમાંથી અને એક બોક્સ હનુમાનગઢની વાડીમાંથી આવ્યાં હતાં.

સિઝન વગરનાં આ વેચાણને નિહાળવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખરીદદારો એકઠા થયા હતા, જેના કારણે આ અસામાન્ય હરાજી સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

સામાન્ય રીતે કેસર કેરીના ઝાડ પર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મોર બેસે છે અને ફળ માર્ચ તથા એપ્રિલની આસપાસ પાકીને તૈયાર થાય છે. પરંતુ આ વર્ષે ઓછો વરસાદ અને અસામાન્ય રીતે ઊંચા તાપમાનને કારણે કુદરતી ચક્ર પ્રભાવિત થયું છે, જેના પરિણામે કેરીઓ નિર્ધારિત સમય કરતા લગભગ છ મહિના વહેલી પાકીને તૈયાર થઈ ગઈ છે.

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score