IND VS NZ – અભિષેકની તોફાની બેટીંગ ,બંકો 113 રન ફટકારી આઉટ થયો, મેચ જોવા વાળાને તો મોજ કરાવી હો ભાઇ

By: Nation Gujarat Team
27 Oct, 2026

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી છે. તેણે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી ફટકારી છે. આ અડધી સદીની ઇનિંગ સાથે તેણે શિવમ દુબેના રેકોર્ડની બરાબરી કરી છે. જોકે, તે પોતાનો એક રેકોર્ડ ચૂકી ગયો છે. શિવમ દુબેએ 28 જાન્યુઆરી 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં ન્યુઝીલેન્ડ સામે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેક શર્માએ પોતાના આ રેકોર્ડની બરાબરી કરી છે.

ટીમ ઈન્ડિયાએ 9મી ઓવરમાં 160 રનનો આંકડો પાર કરી લીધો. અભિષેક શર્મા પહેલાથી જ 98 રન બનાવી ચૂક્યો છે. ભારતને આ મેચ જીતવા માટે વધુ રનની જરૂર નથી. ન્યુઝીલેન્ડ પણ વિચારી રહ્યું હશે કે ભારતે તેમનું શું કર્યું છે. મેચમાં હિરો અભિષેક શર્મા અને સુર્યવંશી રહ્યા જેમને એવી તોફાની બેટીગ કરી કે કિવી બોલરોને કયા બોલ નાખવો તે જ ખબર નોહતી પડી, કિવિની ધરતીમા ધમાકેદાર બેટીગ કરી આજે સૌ ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી લીધિુ.  અભિષેક શર્મા 113 રન કરી આઉટ થયો  ત્યારે 178 રનનો સ્કોર હતો ભારતનો ભારતે 10 ઓવરમાં જ 178 રન કરી નાખ્યા જીત માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો ન્યુઝિલેન્ડે.વૈભવ સૂર્યવંશી ૧૯ બોલમાં ૪૫ રન બનાવીને આઉટ થયો હતો. તે મેટ ફિશરના બોલ પર ડેરિલ મિશેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા અને અભિષેક શર્મા સાથે મળીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score