કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે રાત્રે નાસભાગ મચતાં 19 લોકોનાં મોત થયાં, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. પોલીસે આયોજકો સહિત 12 લોકોને કસ્ટડીમાં લીધા છે.
સીએમ શુભેન્દુ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી 17 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં હતાં. ઘાયલોમાંથી 24 લોકોની હાલત જોખમની બહાર છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.
ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાયલોને મળવા કોલકાતા મેડિકલ કોલેજ જશે. તેઓ દુર્ગા પૂજામાં સામેલ થવા માટે શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. જોકે, નાસભાગની ઘટના બાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આરોપ લગાવ્યો કે જે દુર્ગા પૂજા કમિટીમાં નાસભાગ થઈ હતી, તેની સાથે દેવદીપ અધિકારી જોડાયેલા છે. પાર્ટીએ દાવો કર્યો કે દેવદીપ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ભત્રીજા છે.
TMC મુજબ, BJPના જોરાસાંકોના ધારાસભ્ય વિજય ઓઝા પૂજા કમિટીના અધ્યક્ષ છે. वहीं, BJPના ઉત્તર કોલકાતા જિલ્લા અધ્યક્ષ તમોઘ્ન ઘોષ પણ આ કમિટી સાથે જોડાયેલા છે.