ભારત વિ ન્યુઝીલેન્ડ લાઈવ સ્કોર ત્રીજી ટી20: ભારત વિ ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની ટી20 શ્રેણીની ત્રીજી મેચ આજે વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ડિરેલ મિશેલે 88 રનની ઇનિંગ રમી હતી. ભારતને મેચ અને સિરીઝ જીતવા માટે 199 રનનો ટાર્ગેટ છે. જવાબમાં ભારતે 2.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સતત ત્રીજી મેચમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો, પરંતુ પછી બે ભાગીદારી બની અને ન્યૂઝીલેન્ડની ટીમ 200ની નજીક પહોંચી ગઈ.મિચેલ ઉપરાંત ફિન એલને 40 રન અને બીવાન જેકોબ્સે 39 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.
જો કોઈ પાવરપ્લેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માંગતું હોય, તો તેણે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પાસેથી શીખવું જોઈએ. બંનેએ મળીને ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં માત્ર પાંચ ઓવરમાં 100 રન બનાવ્યા. અભિષેકે તેની અડધી સદી પણ પૂરી કરી.અભિષેક શર્માએ માત્ર ૧૫ બોલમાં ૫૫ રન ફટકાર્યા. તેણે પોતાની અડધી સદીની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. અડધી સદી સુધી તેનો સ્ટ્રાઇક રેટ ૩૬૬.૬૭ હતો.