Related Posts
અમરેલીથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમરેલીના ઉમેદવારનુ ફોર્મ મંજૂર થઇ ગયુ છે. ભાજપે મીલકત ની વિગત છુપાવી હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ કલેકટરે અરજી માન્ય રાખી અને કોંગ્રેસ ના ઉમેદવારનુ ફોર્મ માન્ય રાખ્યુ છે. આ અંગે પ્રતાપ દૂધાતે નિવેદન આપ્યુ છે કે, ભાજપના ગાલ પર તમાચો છે.
હવે હાઇવોલટજ ડ્રામા ચાલી રહ્યા છે સુરત બેઠક પર…. કોંગ્રેસના ઉમેદવારનુ ફોર્મ રદ થઇ શકે છે ઉમેદવાર નિલેશ કુભાળી ના ટેકેદારો હાજર રહેવાના હતા તે આવ્યા નહી ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ થઇ હતી ટુંક સમયમા આ અંગે ચુકાદો આવી જશે. નીલેક કુભાણી હવે શંકાના દાયરામા આવ્યા છે. હાલની સ્થિતિમા નિલેશ જવાબદાર છે તેમ કોંગ્રેસના સાયકલવાલાએ જણાવ્યું છે.