BIG BREAKING : કાંકરિયાની જેમ સાઉદી અરેબિયામાં રાઈડ સાથે બની દુર્ઘટના , 23 લોકો ઈજાગ્રસ્ત, અફરાતફરી નો માહોલ

By: Krunal Bhavsar
31 Jul, 2025

Saudi Arabia Amusement Park Ride Crashes: સાઉદી અરેબિયામાં તાઇફ નજીક એક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ તૂટીને જમીન પર પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 31 જુલાઈએ હાડા વિસ્તારના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બની હતી અને જેમાં ઓછામાં ઓછા 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર અપાયા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા.

ધ ખલીલ ટાઇમ્સના અનુસાર, લોકો પાર્કમાં જ્યારે 360 ડિગ્રી સવારીનો આનંદ લઈ રહ્યા હતા. રાઈડ પેંડુલમની જેમ આગળ-પાછળ ઝૂલી રહ્યા હતા, ત્યારે અચાનક વચ્ચે આ રાઈડ તૂટીને જમીન પર પછડાઈ હતી. હાલ, આ તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે અને આખા પાર્કમાં સુરક્ષા નિરિક્ષણ કરવામાં આવ્યું .

વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો જયારે રાઈડનો આનંદ લેતા હતા ત્યારે અચાનક જોરથી એક અવાજ આવે છે અને એક રાઈડ જમીન પર તૂટી પડે છે. રાઈડમાં સવાર લોકો ચીસો પાડતા નજરે પડે છે, પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે. આ દુર્ઘટનાનો વીડિયો જોવામાં જ ભયાનક નજરે આવી રહ્યો છે.

 

શરૂ કરાઈ તપાસ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વધુ ગતિથી રાઈડ પાછળ તરફ વળી અને પછી બીજી તરફ ઉભેલા કેટલાક લોકો સાથે ટકરાઈ. સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓએ ઘટના પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી, જ્યારે સંબંધિત અધિકારીઓએ રાઈડ ની ખરાબીનું સચોટ કારણ જાણવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

2019માં અમદાવાદમાં પણ તૂટી હતી રાઈડ

વર્ષ 2019માં અમદાવાદના કાંકરિયામાં માં ભી રાઈડ દુર્ઘટના નો શિકાર બની હતી. જેમાં બે લોકોના મોત થયા હતા અને 29 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈને ભયનો માહોલ સર્જાયો હતો અને તંત્ર પર સવાલો ઉઠ્યા હતા. પાઈપમાં કાટ લાગવાથી કાંકરિયા રાઈડ દુર્ઘટના બની હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું હતું.


Related Posts

Load more