Bigg Boss 19: સલમાન ખાને ‘બિગ બોસ 19’ની જાહેરાત કરી છે. સલમાન ખાને શૉનો પ્રોમો પણ રિલીઝ કર્યો છે. જેમાં સલમાન એક નેતાના રૂપમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામ પર શૉને લઈને કરેલી પોસ્ટમાં એક ફોટો પણ જાહેર કર્યો હતો. શૉને લઈને સલમાને કહ્યું કે, ‘અબકી બાર ચલેગી ઘરવાલો કી સરકાર…’
‘બિગ બોસ 19’ પ્રોમો વીડિયો જાહેર
બિગ બોસ 19 ના પ્રોમો વીડિયોમાં સલમાન ખાન નેતાના અવતારમાં એન્ટ્રી મારી હતી. જેમાં માઈક ગોઠવતી વખતે તે કહે છે, ‘મિત્રો અને દુશ્મનો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે ઘરવાલોની સરકાર…’ સલમાનના સ્વેગે બિગ બોસ 19 ના પ્રોમોને ઘણી હાઈપ આપી છે. આ ટેગલાઈન સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે બિગ બોસનો પાવર ઘરના સભ્યોના હાથમાં રહેવાની છે.
ક્યારે શરૂ થશે શૉ?
તમને જણાવી દઈએ કે, ‘બિગ બોસ 19’ને લઈને પહેલા પણ બહાર આવ્યું હતું કે, આ વખતે શૉના કન્ટેસ્ટેન્ટના હાથમાં પાવર રહેશે. આ શૉનો પહેલો એપિસોડ જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે અને ત્યારબાદના એપિસોડ કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે હજુ સુધી સત્તાવાર રીતે કન્ટેસ્ટેન્ટના નામ જાહેર કરાયા નથી. જોકે, સલમાને જણાવ્યું હતું કે, આગામી 24 ઑગસ્ટથી આ શૉની શરૂઆત થશે.
સિઝન 18ના વિજેતા કોણ હતા?
તમને જણાવી દઈએ કે, બિગ બોસની 18મી સિઝન પણ ખૂબ હિટ રહી હતી. 90 દિવસથી વધુ સમય સુધી ચાલેલા આ શૉમાં ટીવી એક્ટર કરણવીર મહેરા વિજેતા બન્યા હતા. આ સિઝનમાં ઘણી લડાઈઓ પણ જોવા મળી હતી. આ શૉમાં કરણ અને ચુમ દરાંગ વચ્ચેના પ્રેમ વિશે ઘણી ચર્ચા થઈ હતી. આજે પણ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.