Related Posts
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી પૂરની ચેતવણી ગ્લેશિયર તૂટ્યાના લગભગ 38 મિનિટ પછી જારી કરવામાં આવી હતી. પૂરથી બચી ગયેલા લોકોનું કહેવું છે કે એલર્ટ મળ્યું ત્યાં સુધી તેમની પાસે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પૂરતો સમય નહોતો.ઘણા લોકોએ કહ્યું કે તેઓ ચેતવણી કરતાં નસીબને કારણે બચી શક્યા. રિપોર્ટ અનુસાર, ગ્લેશિયર તૂટવાનો અને અચાનક પૂર આવવાનો ખતરો લાંબા સમયથી હતો. તેમ છતાં, આ જોખમનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.નેપાળ પોલીસ અનુસાર, પૂરથી અત્યાર સુધીમાં 1127 લોકોનાં મોત થયા છે. 4600થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરથી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, રસ્તાઓ, પુલ, શાળાઓ અને હોસ્પિટલો પણ પ્રભાવિત થયા છે.
ડઝનબંધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના સેંકડો કર્મચારીઓ હજુ પણ ગુમ છે. ઘણા લોકો સુરંગોમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.