ચીનના 1500 વર્ષ જૂના યોંગ ચિંગ મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.
આગને નજરે જોનાર લોકો (સાક્ષીઓ અનુસાર, આગ એટલી તીવ્ર હતી કે ધુમાડો અને તેની જ્વાળાઓ દૂરથી જ દેખાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો ઝડપથી વાયરલ થયા, જેમાં આખો માળખો આગની લપટોમાં ઘેરાઈ ગયો દેખાઈ રહ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું કે ફાયરમેનોએ તરત જ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુ માં લીધી હતી. બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ અને સારી રાહત રૂપી વાત એ રહી કે, આટલી મોટી દૂર્ઘટના થવા છતાં કોઈ જાનહાની ના થઇ. પરંતુ આગ થી વેનચાંગ મંદિરને સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું , જોકે, મંદિરની મુખ્ય રચનાઓ જે છઠ્ઠી સદી (536 ઈ.સ.)માં દક્ષિણી રાજવંશના સમયની છે, તે સુરક્ષિત બચી ગઈ હતી.
યોંગચિંગ મંદિર તેની બૌદ્ધ પરંપરા, લાકડાની કોતરણી અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. આ મંદિર સદીઓથી ભક્તો અને પર્યટકોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. નિષ્ણાતો વીજળીના ખરાબ તાર, ધૂપ-દીવાના ઉપયોગ કે જૂની લાકડાની રચનામાં ખામી જેવા કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ એક મુલાકાતીના ધૂપ-મીઠીબત્તીના દૂરપયોગથી થઈ હોવાનું મનાય છે. પુનઃનિર્માણનું કામ ખુબ લાંબું ચાલશે, પરંતુ સરકાર અને વારસા સંરક્ષણ વિભાગે વચન આપ્યું છે કે મંદિરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવીને તેને ફરીથી તૈયાર કરવામાં આવશે.