પરીક્ષામાં હાજર ન રહેનારા વિદ્યાર્થી માટેના નિયમ: જે વિદ્યાર્થીઓ પહેલી બોર્ડની પરીક્ષામાં ત્રણ અથવા તેનાથી વધુ વિષયમાં હાજર નથી રહેતા તો તેઓને બીજી પરીક્ષામાં બેસવાની અનુમતિ નહીં મળે. આવા વિદ્યાર્થીઓને ‘કમ્પલસરી રિપિટેશન’ કેટેગરીમાં રાખવામાં આવશે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓ આગામી ફેબ્રુઆરીમાં થનારી મુખ્ય પરીક્ષામાં બેસી શકશે.
કમ્પાર્ટમેન્ટ વિદ્યાર્થી માટે: જે વિદ્યાર્થીઓનું પરિણામ પહેલી પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ હશે, તેઓને એજ કેટેગરી હેઠળ બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
વધુ પડતા વિષય પર પ્રતિબંધ: ધોરણ 10માં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ કોઈપણ વધુ પડતા વિષયમાં પરીક્ષા આપી નહીં શકે.
કમ્પાર્ટમેન્ટ + સુધારો: જે વિદ્યાર્થીઓના વિષયો કમ્પાર્ટમેન્ટમાં છે અને તેમને સુધારાની જરૂર છે તેઓ બંને કેટેગરી હેઠળ પરીક્ષા આપી શકે છે.
વિષય બદલવાનો સુધારો: જે વિદ્યાર્થીઓ પહેલાથી જ એક વિષયમાં પાસ થઈ ગયા છે, પરંતુ બીજા વિષયમાં સુધારો કરવા માંગે છે તેઓ વિષય બદલી શકશે.