અમદાવાદમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો, 3.41 લાખ લોકોને કૂતરાં કરડ્યા

By: Nation Gujarat Team
25 Feb, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં નાગરિકોની સલામતીને લઈને ફાયરબ્રિગેડના સ્ટાફની ભરતી અને સ્નોરકેલ ખરીદવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હતો. શહેરમાં રખડતા કૂતરાઓના કરડવાના કેસોને લઈને પણ વિપક્ષે સવાલ ઉભા કર્યા હતા કે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કુતરા કરડવાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી.

5 વર્ષમાં 3.41 લાખ નાગરીકોને કુતરાં કરડ્યા વિપક્ષના નેતા શહેઝાદ પઠાણે શહેરમાં કુતરા કરડવાના કેસોને લઈને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટ પર સવાલો ઉભા કર્યા હતાં કે, અમદાવાદને લીવેબલ સીટી અને લવેબલ સીટી તરીકેની ઓળખ આપી છે.પરંતુ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 3.41 લાખ નાગરીકોને કુતરા કરડ્યા છે, જેમને રસી લેવાની ફરજી પડી છે. કુતરાઓ બાબતે મ્યુનિ.ને 5 વર્ષમાં 40 હજાર કરતા વધારે ફરિયાદો મળી છે. ત્યારે કુતરાઓના રસીકરણ પાછળ અત્યાર સુધીમાં રૂ.13.46 કરોડનો ખર્ચ કર્યો છે. બહારથી વિદેશથી કોઈ વ્યક્તિ રિવરફ્રન્ટ પર ફરવા આવે અને રખડતા કૂતરું કરડી ગયું તો આ મામલે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

કુતરાં કરડવાની 40 હજારથી વધુ ફરિયાદ નોંધાઈ સામાન્ય સભામાં તેઓએ રજૂઆત કરી હતી કે શહેરમાં કુતરા કરડતાં હોવાની અત્યાર સુધીમાં 40007 જેટલી ફરિયાદ છેલ્લા 5 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે મળી છે. વર્ષ 2025-26ના 10192 જેટલી એટલે કે ચોથાભાગની ફરિયાદ તો ગયા વર્ષે જ નોંધાઇ છે. તંત્ર દ્વારા છેલ્લા 5 વર્ષમાં જ 1,38,051 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મ્યુનિ. એવું માને છેકે શહેરમાં બેથી અઢી લાખ જેટલા કુતરાઓ છે. કુતરતા કરડવાને કારણે છેલ્લા 5 ‌વર્ષમાં જ મ્યુનિ. દ્વારા 3.41 લાખ નાગરીકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. જેમાં 1.56 લાખ લોકોને તે છેલ્લા બે વર્ષમાં જ રસી આપવામાં આવી છે.

440 કરોડની મિલકતોમાં આગના કારણે નુકસાન’ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, દર વર્ષે મોટા પાયે આગના કોલ ફાયરબ્રિગેડને મળે છે. છેલ્લા 10 વર્ષમાં ફાયરને આગના 24490 કોલ મળ્યા છે. દર મહિને 210 આગના કોલ મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં 440 કરોડ રૂપિયાની મિલકતોનું આગ લાગવાના કારણે નુકસાન થયું છે ત્યારે ફાયર વિભાગમાં કર્મચારીઓની અછત જોવા મળી રહી છે. ફાયર વિભાગમાં 796 જગ્યામાંથી 316 જગ્યા ખાલી છે. વર્ષોથી ખાલી જગ્યા ભરવાની તસ્દી લેવામાં આવી નથી.

સ્નોરકેલ લાવવાની વાત માત્ર કાગળ ઉપર જ છે’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ પણ ગેમ ઝોન કે અન્ય મિલકત ધારકો દ્વારા લાપરવાહી કરવામાં આવે છે અને કોઈપણ દુર્ઘટના થાય ત્યારબાદ ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ જાગે છે અને કામગીરી કરે છે. રૂપિયાની મિલકતોનું નુકસાન થયું છે ભાજપના સત્તાધિશો શહેરમાં ગગનચુંબી ઇમારતો બનાવવાની વાતો કરે છે પરંતુ આગ લાગવાની ઘટનામાં બચાવ કાર્ય માટે દોઢ વર્ષ પહેલા સ્નોરકેલ ( ઉંચી સીડી) લાવવાની વાત કરી હતી પરંતુ હજી સુધી આ બાબત કાગળ ઉપર જ છે.

‘ડીપ ટ્રેકિંગ વોટર સિસ્ટમ લાવવામાં આવી ‘ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, સ્નોરકેલ ખરીદી કરવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં આવી જશે. નાગરિકોની સલામતી માટે ફાયર વિભાગમાં પૂરતા પ્રમાણમાં સાધનોની ખરીદી કરવામાં આવી છે તાજેતરમાં સીવાલીક બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે લોકોને બચાવવામાં આવ્યા હતાં . ડીપ ટ્રેકિંગ વોટર સિસ્ટમ પણ લાવવામાં આવી છે. ફાયર વિભાગમાં ખાલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.


Related Posts

Load more