રાહુલ ગાંધીના ઘરે AI સમિટને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું’ કોગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી પ્રદર્શન કરતા ભાજપના પ્રહાર
By: Nation Gujarat Team
20 Feb, 2026
India AI Summit 2026 Controversy : રાજધાની દિલ્હીના ભારત મંડપમાં ચાલી રહેલા ‘ઈન્ડિયા એઆઈ સમિટ-2026’માં કોંગ્રેસના કાર્યક્રરોએ શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપે આ ષડયંત્ર પાછળ રાહુલ ગાંધીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, કેટલાક દેખાવકારોએ બારકોડ લઈને કાર્ક્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ વિરોધના ભાગરૂપે પોતાની ટી-શર્ટ ઊંધી પહેરેલી હતી.
ભાજપના ગાંધી પરિવાર પર ગંભીર આક્ષેપ
સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, એઆઈ સમિટમાં દેખાવો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પંરતુ તે એક ષડયંત્ર છે. અને તેની પાછળ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો હાથ છે. ગાંધી પરિવારની હાજરીમાં એઆઈ સમિટમાં દેખાવ કરવાનું ષડયંત્ર રચાયું હતું. આ આખો પ્લાન રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઘડવામાં આવ્યો હતો.’
કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે : અમિત માલવિયા
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવા માંગે છે. જ્યારે દેશ ટેકનોલોજીના ક્ષેત્રે મહાસત્તા બની રહ્યો છે, ત્યારે આવું વર્તન દેશના હિતમાં નથી. હાલ દિલ્હી પોલીસ આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
દિલ્હીના ભારત મંડપમમાં હંગામો!
દિલ્હીના ભારત મંડપમમાં હંગામો! AI સમિટ ચાલી રહી છે ત્યારે અચાનક યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડી અંદર પ્રવેશતા દોડધામ મચી ગઈ. અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્લોબલ સાઉથની આ પહેલી AI ઈમ્પેક્ટ સમિટમાં 20થી વધુ દેશોના નેતાઓ અને 60 મંત્રીઓ હાજર છે. તેવામાં 10 જેટલા કાર્યકરો QR કોડ દ્વારા એન્ટ્રી મેળવી અંદર પહોંચી ગયા અને ‘PM is Compromised’ ના નારા લગાવ્યા. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યકરોની અટકાયત કરી તેમને તિલક માર્ગ પોલીસ મથકે ખસેડ્યા છે.
પ્રેસ કોન્ફરન્સના મુદ્દા
- આજે કોંગ્રેસ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે જે કર્યુ તેનો ગુસ્સો આજે સમગ્ર દેશના યુવાનો, જેન-ઝી માં છે
- એક વાતનું ધ્યાન રહે કે આ પ્રેસ કોન્ફરન્સ ભાજપ વર્સીસ કોંગ્રેસ નથી
- આ પ્રેસ કોન્ફરન્સ ભારત વર્સીસ એ શક્તિઓ સામે છે જે ભારતના નામને, ભારતની છબી ને જાણીજોઇને એક ષડયંત્ર અંતર્ગત નુકશાન પહોંચાડવા માંગે છે
- દિલ્હીમાં ભારત વર્ષમાં એક મોટી ગતિવીધી ભારત મંડપમાં ચાલી રહી છે, ભારત મંડપમાં એઆઇ વર્લ્ડ સમિટ ચાલી રહી છે અને તેમાં આજે ચાર લોકોની ધરપકડ થઇ છે જે યુથ કોંગ્રેસના નેતા છે
- ક્રિષ્ના હરી જે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે. કુંદન યાદવ – બિહાર યુથ કોંગ્રેસના સચિવ, અજયકુમાર –ઉત્તરપ્રદેશ યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને નરસિંમ્હા યાદવ – યુથ કોંગ્રેસના નેશનલ કો-ઓર્ડિનેટર છે
- આ કાર્યકર્તાઓએ તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યુ, બારકોડ મેળવ્યો અને તેઓ અંદર પ્રવેશ કર્યો અને તેમણે ઉધુ ટિર્શટ પહેર્યુ હતું અને અંદર જઇ એક રીતે ટોપલેસ થઇ જાય છે અને તેમનુ ટી-ર્શટ ઉતારી દે છે આ આયોદન ક્યા થયુ હતું
- કોઇ રસ્તે જતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ આ આયોજન નથી કર્યુ, આ રાહુલ ગાંઘી-સોનિયા ગાંધી, પ્રિંયકા ગાંધીની ઉપસ્થિતિમાં રાહુલ ગાંઘીના નિવાસ્થાને કરવામાં આવેલુ
- આ પ્રયોગ છે આ સહયોગ નથી
- ભારત વર્ષ પહેલા આવી સમિટમાં તેમના રિપ્રેસેન્ટેટીવ પણ નોહતા મોકલતા, પહેલા ભારત વર્ષે આવી સમિટનું આયોજન નથી કર્યુ
- આજે એઆઇ સમિટ થાય છે અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ થાય છે
- આ સમિટમાં 100 થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે, 20 દેશોના હેડ આમા ભાગ લઇ રહ્યા છે, જુદા જુદા દેશના 60 મંત્રી આમાં ભાલ લઇ રહ્યા છે, હજારો ગ્લોબલ સીઇઓ,રિસર્ચર્સ,સ્ટાર્ટઅપ્સ,પોલીસી મેકર ભાગ લઇ રહ્યા છે
- 5 લાખથી વિઝિટર્સ અને રજીસ્ટ્રેશન કરે છે તેઓ આ ઇવેન્ટમાં રિપોર્ટ કરે છે તેમા હજારો સ્પીકર અને સેશન હોય છે
- 30 દેશોથી આવેલા 300 થી વધુ એક્સીબીટર હતા જેમણે ભાલ લીધો
- વડાપ્રધાન મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્ર અધ્યક્ષ, યુએન ચિફ, ગ્લોબલ ટેક લીડર્સ, સહિતના મોટા લોકો ભાગ લઇ રહ્યા છે અને તેઓ શું કહે છે તે પણ આજે આપણે જાણવાની અને સમજવાની જરૂર છે
- યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે ગ્લોબલ સાઉથને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કોઇ વોઇસ આપી રહ્યુ છે તો તે દેશનું નામ ભારત છે.
- ઇમેન્યુઅલ મેક્રોન કહે છે કેએઆઇમાં વિશ્વમાં જે ગ્લોબલ ઓર્ડર છે તેમાં ભારત વર્ષ તેને કેન્દ્રમાં સ્થાન મેળવ્યુ છે
- રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી નું રંગમાં ભંગ પાડવાનું કામ છે
- દેશ આગળ વધશે ત્યા ખુશીઓ છવાશે ત્યા ભંગ પાડે છે
- ઓપરેશન સિંદુરમાં પણ પ્રશ્ન સવાલ કર્યો અને પાકિસ્તાનનો ગુણગાન કર્યો અને ભારતની કમી ગોતી
- એરસ્ટ્રાઇક થાય તો ભારતને ધિકારશે અને પાકિસ્તાનનો જય જય કાર કરશે
- સર્જીકલ સ્ટ્રાઇક થઇ ત્યારે આજ ગદ્દારોએ ખૂનની દલાલી કહી વિશ્વમાં ભારતને અપમાનીત કરવાનો પ્રયાસ કર્યો
- આ ગદ્દારી નથી તો ગદ્દારીની વ્યાખ્યા શું છે
- કોંગ્રેસ માટે મારી પાસે ફકત ત્રણ શબ્દ છે ટોપલેસ,બ્રેનલેસ અને સેમલેસ
- ક્યા પાર્ટી માટે પ્રદર્શન કરવું અને ક્યા ન કરવુ તેટલી સમજણ નથી
- એઆઇ સમિટ છે તે ભાદપની સમિટ નથી, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણી નથી
- એઆઇ સમિટ વિશ્વની છે, અંહી ટોપલેસ થઇ પ્રદર્શન ન થાય
- જેનઝી ક્યારેય કોંગ્રેસ પાર્ટીને માફ નહી કરે
- આજે જેન-ઝી ને કહેવા માંગુ છું કે તમારા હાથમા ફોન લો અને ગુગલ કરીને જુઓ કે, નહેરુ, એડવીના અને સ્નેક
- આજે રાહુલ ગાંઘીએ એજ કર્યુ જે નેહરુએ કર્યુ હતું
- રાહુલ ગાંધીએ યુવાનોના સ્ટાર્ટઅપ્સ, એઆઇ ઇન્ડસ્ટ્રી, યુવાનોના પ્રદર્શન ને આવા વિરોધ પ્રદર્શન કરી નકાર્યુ
- નેહરુ અને રાહુલે દેશ માટે આ કર્યુ
- જે રીતની આજે ગતિવિધ થઇ તેને આજે વિશ્વના દેશઓએ જોઇ અને તેઓ વિચારતા હશે કે આ કેવી રાજકીય પાર્ટી છે
- વડાપ્રધાન માટે મે સાંભળ્યુ કે તેઓ કહેતા હતા કે કોમ્પ્રોમાઇઝ પીએમ કહીને પ્રવેશ્યા … કોણ કોમ્પ્રોમાઇઝ છે જેમના નેતાઓ જામિન પર બહાર છે,
- જે રાહુલ ગાંધી પર એક સન્માનીત અદાલત પર નાગરિકાના પ્રશ્ન પર કેસ ચાલી રહ્યો છે આ ઘટનાથી મને હવે શક છે કે ખરેખર રાહુલ ગાંઘી નાગરિકના રૂપમાં વર્તન નથી કરતા
- રાહુલ ગાંઘી આ દેશના મીડિયા, જ્યુડિશિયરી,ચૂંટણી પંચ ,પીએમ ને પણ કોમ્પ્રોમાઇઝ કહી રહ્યા છે