IND VS ENG – આકાશ અને જયસ્વાલ વચ્ચે 107 રનની ભાગીદારીએ ઇંગ્લેન્ડને બેકફુટમા મુક્યુ

By: nationgujarat
02 Aug, 2025

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આજે (2 ઓગસ્ટ) આ મેચનો ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ભારતનો સ્કોર 160 રનને પાર કરી ગયો છે અને બે વિકેટ પડી ગઈ છે. યશસ્વી જયસ્વાલ અને આકાશ દીપ અણનમ બેટ્સમેન છે.

આ મેચમાં, ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. જવાબમાં, ઇંગ્લેન્ડનો પ્રથમ ઇનિંગ 247 ના સ્કોર સુધી મર્યાદિત રહ્યો હતો. એટલે કે, ઇંગ્લેન્ડને પ્રથમ ઇનિંગના આધારે 23 રનની લીડ મળી હતી. આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચ જીતે તો જ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી બરાબર કરી શકશે. જો ઓવલ ટેસ્ટ ડ્રો તોથાય અથવા ઇંગ્લેન્ડ જીતે તો ભારતીય ટીમ સિરિઝ હારી જશે.

હાલ મેચની સ્થિતિ જોઇએ તો આકાશ દીપ 66 રન પર આઉટ થયો  અને જયસ્વાલ 84 રન પર રમી રહ્યા છે. આકાશદીપની સારી બેટીંગને કારણે ઇંગ્લેન્ડને બેકફુટ પર મોકલી દીધી છે. આકાશદીપને નાઇટ વોચમેન તરીકે બેટર માટે મોકલ્યો હતો. બંને વચ્ચે 107 રનની ભાગીદારી થઇ  જેમા 33 જયસ્વાલના તેમજ 66 રન આકાશ દીપના રહ્યા. દીપના આઉટ થયા પછી હવે ગીલ બેટીગ માટે ક્રીઝ પર આવ્યા છે. Fall of wickets: 1-46 (KL Rahul, 9.5 ov), 2-70 (Sai Sudharsan, 17.2 ov), 3-177   આ પહેલા રાહુલ અને જયસ્વાલ વચ્ચે 46 રનની ભાગીદારી તેમજ જયસ્વાલ અને સુદર્શન વચ્ચે 24 રનની ભાગીદારી થઇ હતી.


Related Posts

Load more