બ્રાઝિલિયા (બ્રાઝિલ) : પ્રમુખ લૂઈઝ ઈનાશ્યો લુલા દ’ સિલ્વાએ મંગળવારે (સ્થાનિક સમય) અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગે ગમે ત્યારે ચર્ચા કરવા રજૂ કરેલી દરખાસ્ત ફગાવી દીધી હતી. સાથે કહ્યું હતું કે ટ્રમ્પને બદલે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાનું પસંદ કરીશ. આ ઉપરાંત હું ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ મંત્રણા કરીશ.
જોકે તેઓએ રશિયાના પ્રમુખ પુતિન સાથે મંત્રણા નહીં થઈ શકે તેમ પણ કહ્યું. તેનું કારણ દર્શાવતાં જણાવ્યું કે, તેઓ અત્યારે આટલી લાંબી મુસાફરી કરી શકે તેમ નથી.
આ સાથે તેઓએ કહ્યું, ‘હું સીઓપીની પરિષદમાં ઉપસ્થિત રહેવા ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ તો આપીશ જ પરંતુ તેમની સાથે ટેરિફ વિષે કોઈ ચર્ચા નહીં કરૃં. માત્ર ઔપચારિક વાત કરીશ.’
ઉલ્લેખનીય છે કે બ્રિકસ જૂથમાં બ્રાઝિલ (બી), રશિયા (આર), ઈંડીયા (આઈ), ચાયના (સી) અને સાઉથ આફ્રિકા (એસ) સ્થાપક સભ્યો છે. તેઓ એક તબક્કે તો પોતાની કરન્સી રચવા વિચારી રહ્યા હતા. જો આમ બને તો ડોલરનું મૂલ્ય તો ચોક્કસ ઘટે. આથી ટ્રમ્પ બ્રિક્સ દેશો પર ગિન્નાયા હતા. તેમણે તે દેશો ઉપર ૪૦ ટકા સુધીમાં ટેરિફ તો નાખ્યો જે તે પૈકી તેમનો માલ મોંઘો પડતાં અમેરિકામાં તેની ખપત ઘટે. બ્રાઝિલને તેથી ભારે ફટકો પડે.
એક વાત તેવી થાય છે કે ટ્રમ્પ પૂર્વ પ્રમુખ બોલ સિમેરોના અંગત મિત્ર છે. તેમને પરાજિત કરી લુલા બ્રાઝિલના પ્રમુખ બન્યા તેથી ટ્રમ્પ ગિન્નાયા છે.
આ પૂર્વે ઈન્ડિયન-અમેરિકન નેગી, નીકી હેલીએ મંગળવારે પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે માટે તેની ઉપર સખત ટેરિફ નાખી તેની સાથે સંબંધો બગાડવા ન જોઈએ. આથી તો ચીનને જ લાભ થશે. તેને ગમતું મળી જશે, તેનો માર્ગ વધુ મોકળો થશે.