પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની ગતિ વધારવાનો નિર્ણય લીધો હતો. જેથી વડોદરા ડિવિઝનથી પસાર થતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. રેલ્વે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ટ્રેનના સમયના ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે જેથી અસુવિધા ઊભી ન થાય.
સમયમાં ફેરફાર થયેલ ટ્રેનોમાં ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ,અજમેર – પુરી સુપરફાસ્ટ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, બનારસ – વેરાવળ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – હિસાર દુરંતો, મુંબઈ સેન્ટ્રલ – ઇન્દોર દુરંતો, મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરન્તો, બાંદ્રા ટર્મિનસ – બરૌની એક્સપ્રેસ, શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ, શાલીમાર – ઓખા સુપરફાસ્ટ, પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ , તિરુવનંતપુરમ – વેરાવળ એક્સપ્રેસ ,તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ ,નાગરકોઇલ – ગાંધીધામ એક્સપ્રેસ, એર્નાકુલમ – ઓખા એક્સપ્રેસ , તિરુવનંતપુરમ – ભાવનગર ટર્મિનસ ,એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ – બિકાનેર ,સુપરફાસ્ટ બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સિટી સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ , પુણે – અમદાવાદ સુપરફાસ્ટ , પુણે – વેરાવળ એક્સપ્રેસ, પુણે – ભુજ એક્સપ્રેસ, પુણે – ભગત કી કોઠી એક્સપ્રેસ, કોલ્હાપુર-અમદાવાદ એક્સપ્રેસ, પુણે – બિકાનેર સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ, ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ, બેંગલુરુ – ગાંધીધામ એક્સપ્રેસ, બેંગલુરુ – ભગત કી કોઠી એક્સપ્રેસ , બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ ,બેંગલુરુ – અજમેર એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ અને એકતાનગર – પ્રતાપનગર મેમુનો સમાવેશ થાય છે.