No Entry 2 અપડેટ : પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝના ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે,આ વખતે વિવાદના લીધે નહીં પણ આગામી ફિલ્મના લીધે. દિલજીત દોસાંઝની ફરી એકવાર નો એન્ટ્રી 2 માં ફરી થઇ છે વાપસી રૂપી એન્ટ્રી. થોડા સમય પહેલા એવા અહેવાલ હતા કે દિલજીત દોસાંઝને ફિલ્મ નો એન્ટ્રી 2 માંથી કાઢી મૂકવામાં આવ્યો છે, જોકે હવે દિલજીત દોસાંઝને ફિલ્મ નો એન્ટ્રી 2માં ફરી એકવાર જોવા મળશે અને ટૂંક સમયમાં આ ફિલ્મની શુટિંગ કરતા જોવા મળી શકે છે. થોડા સમય પહેલા દિલજીતની ફિલ્મ સરદાર જી 3 ને લઈને ઘણો વિવાદ થયો હતો.આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમીર સાથે કામ કરી રહી હતી.
No Entry 2 Update: પંજાબી અભિનેતા દિલજીત દોસાંઝ તાજેતરમાં ફિલ્મ બોર્ડર 2 નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. દિલજીત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.એક અહેવાલ મુજબ દિલજીત ફિલ્મ નો એન્ટ્રી 2 માં જોવા મળશે. નો એન્ટ્રી 2 પાછી ટ્રેક પર આવી ગઈ છે. ઓક્ટોબર પછી ફિલ્મનું શૂટિંગ ગ્રીસ, ઇટાલી અને ભારતમાં એક મહિના માટે કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી પહેલી ફિલ્મ કરતા અલગ છે, ત્રણેય પુરુષો તેમના લગ્ન અને લગ્નેત્તર સંબંધોની આસપાસ સ્ટોરી જોવા મળશે. આ ફિલ્મ પહેલી નો એન્ટ્રીની સિક્વલ છે. બોની કપૂર તેમના મુખ્ય કલાકારોની તારીખો ફાઇનલ કરી રહ્યા છે, જ્યારે અનીસ બઝમીએ ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ કરી છે. નિર્માતાઓ ટૂંક સમયમાં આ ફિલ્મને સત્તાવાર જાહેર કરવામાં આવશે.
નિર્માતાઓએ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં દિલજીત દોસાંઝ સાથે વાત કરી હતી, જ્યાં તેઓ ફિલ્મ બોર્ડર 2 માટે શૂટિંગ કરી રહ્યા હતા. અગાઉ, કેટલાક મતભેદોના અહેવાલો હતા પરંતુ આ એક ખોટા અહેવાલ છે. દિલજીત અનીસ બઝમી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. અભિનેત્રી તમન્ના ભાટિયાને પણ ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લોકો દિલજીતની આગામી ફિલ્મ બોર્ડર 2 જોવા માટે ઉત્સુક છે.