Nita Ambani: નીતા અંબાણીએ જન્મદિવસ પર કરી મોટી જાહેરાત

By: Nation Gujarat Team
02 Nov, 2026

Nita Ambani: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીએ મહારાષ્ટ્રના કરજત ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં 100 એકર જમીનમાં પથરાયેલા ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ મહત્વપૂર્ણ સામાજિક પહેલનો ઉદ્દેશ્ય અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો સહિત પાંચ હજાર જરૂરિયાતમંદ લોકોને આજીવન નિઃશુલ્ક સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ લગભગ 100 એકરના વિશાળ વિસ્તારમાં 5,000 થી વધુ નાગરિકો માટે આધુનિક અને સુરક્ષિત આજીવન આશ્રયસ્થાનનું નિર્માણ કરવામાં આવશે. અહીં કોઈપણ પક્ષપાત કે ભેદભાવ વિના જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને પરિવાર જેવી હૂંફ અને પાયાની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વિશેષ રૂપે દિવ્યાંગોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને કૅમ્પસમાં સરળ રસ્તાઓ, પાકી છત અને વિશેષ એન્ટ્રી સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવશે, જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વગર હરીફરી શકે.

આ કૅમ્પસની મધ્યમાં ભગવાન ગણપતિ બાપ્પાનું એક ભવ્ય મંદિર પણ બનાવવામાં આવશે. આ સાથે જ અહીં રહેવાસીઓની સુખાકારી માટે પેન્ટ હાઉસ, સ્વિમિંગ પૂલ, ઓપન થીયેટર, ઇન્ડોર એરેના, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સુંદર બગીચો અને રનિંગ ટ્રેક જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. શિક્ષણ, આરોગ્ય, મનોરંજન અને સામાજિક સહયોગના આ અનોખા સમન્વય દ્વારા સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને આત્મસન્માનભર્યું અને સંપૂર્ણ જીવન જીવવાની તક મળશે.

આ સેવાભાવી પ્રોજેક્ટ માત્ર જરૂરિયાતમંદોને આશ્રય આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમાજમાં વંચિત રહેલા વર્ગોના જીવનધોરણમાં કાયમી સકારાત્મક પરિવર્તન લાવશે. ભવિષ્યમાં માનવતાની સેવા અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે આ આશ્રયસ્થાન સમગ્ર દેશ માટે એક અનુકરણીય અને પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score