આજે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો 12મો દિવસ છે. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે “સંપૂર્ણ અને વ્યાપક” યુદ્ધવિરામની જાહેરાત કરી છે પરંતુ તેમની જાહેરાતના કલાકો પછી, તેહરાને તેને નકારી કાઢ્યું હતું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર “કોઈ કરાર” થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે તેમને આ યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી, જો ઈઝરાયલ તેનું આક્રમણ બંધ કરે.
અરાઘચીએ કહ્યું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે અને જો ઈઝરાયલી શાસન તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરે છે, તો તે પછી અમારો જવાબ ચાલુ રાખવાનો કોઈ ઈરાદો નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે X હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું, “યુદ્ધવિરામ હવે અમલમાં છે. કૃપા કરીને તેનું ઉલ્લંઘન ન કરો…”