IPL – દિલ્હી અને લખનૌની મેચમાં દિલ્હીએ મેચ જીત્યા પછી K.L Rahul એ સંજય ગોએન્કાને ને કર્યા ઇગ્નોર

By: nationgujarat
23 Apr, 2025

IPL 2025 માં, 22 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક મેચ યોજાઈ હતી. આ આઈપીએલની ૪૦મી મેચ હતી, જે લખનૌના એકાના સ્ટેડિયમમાં આયોજિત થઈ હતી. જ્યાં દિલ્હીએ શાનદાર વિજય નોંધાવ્યો. આ વિજયમા સહભાગીદારમાં કે.એલ રાહુલની સમજદાર ભરી બેટીંગ હતી. રાહુલ ખૂબ સારુ રમ્યો હતો.

આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઋષભ પંતની લખનૌ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં, દિલ્હીએ 18મી ઓવરમાં જ તેનો પીછો કર્યો. આ મેચ પછી, એક વીડિયોએ ઘણી ચર્ચા જગાવી છે. ખરેખર, મેચ પછી, લખનૌ સુપર જાયન્ટ્સના માલિકને કેએલ રાહુલે ઇગ્નોર કર્યા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મેચ પૂરી થયા પછી, જ્યારે બધા ખેલાડીઓ અને ટીમ માલિકો એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે લખનૌ ટીમના માલિક સંજીવ ગોએન્કા અને તેમના પુત્ર શાશ્વત ગોએન્કા પણ કેએલ રાહુલને મળવા આવ્યા, પરંતુ આ સમય દરમિયાન રાહુલ જે રીતે બંનેને મળ્યો તે ખૂબ ચર્ચામાં રહ્યું. એવું લાગતું હતું કે કેએલ રાહુલે તેને અવગણ્યા હતો. કેએલ રાહુલે સંજીવ ગોએન્કા સાથે હાથ મિલાવ્યા અને તરત જ આગળ વધ્યા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં રેકોર્ડ થયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર, લોકોએ રાહુલના આ વર્તનને શાંત અને સચોટ પ્રતિભાવ તરીકે વ્યાખ્યાયિત કર્યું. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે તેણે ખૂબ જ સ્ટાઇલિશ રીતે જવાબ આપ્યો, તો કેટલાક લોકોએ કેએલ રાહુલની આ પ્રતિક્રિયાથી નારાજ પણ જવો મળ્યા હતા.

ગયા સીઝનમાં (IPL 2024), જ્યારે લખનૌ હારી ગયું, ત્યારે સંજીવ ગોયેન્કાએ બધાની સામે કેએલ રાહુલને ઠપકો આપ્યો. આ પછી, રાહુલ ટીમ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો. બીજી તરફ, મંગળવારે દિલ્હી તરફથી રમતા કેએલ રાહુલે લખનૌ સામે 42 બોલમાં અણનમ 57 રન બનાવ્યા અને છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો. તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.


Related Posts

Load more