IND vs ENG TEST: લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં 20 જૂનથી રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજા દિવસે(21 જૂન) 471 રને ઓલઆઉટ થઈ. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (101), કેપ્ટન શુભમન ગિલ (147) અને ઋષભ પંતે (134) સદી ફટકારી હતી. જો કે 430ના સ્કોર પર શુભમન ગિલની ચોથી વિકેટ પડ્યા બાદ ભારતે બાકીની તમામ 6 વિકેટ 41 રનના ટૂંકા ગાળામાં ગુમાવી દેતાં ટીમનો ધબડકો થયો હતો. મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો.
ઋષભ પંતની રેકોર્ડતોડ સદી: ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.
પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે. તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું.
વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ:
શુભમનના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી: ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી.