IND VS AUS – વરસાદને કારણે રદ થઇ પહેલી ટી-20 મેચ ,58 બોલીની જ મેચ થઇ શકી

By: nationgujarat
29 Oct, 2025

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની પહેલી મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે. કેનબેરામાં વરસાદને કારણે 2 વખત રમત રોકવી પડી હતી. આ સિરીઝનો બીજો મુકાબલો 31 ઓક્ટોબરે મેલબોર્નના MCGમાં રમાશે.

છેલ્લીવાર જ્યારે રમત રોકવામાં આવી હતી, ત્યાં સુધી ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં 9.4 ઓવરમાં એક વિકેટે 97 રન બનાવી લીધા હતા. શુભમન ગિલ 39 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 39 રન પર અણનમ રહ્યો. અભિષેક શર્મા 19 રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન એલિસે ટિમ ડેવિડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આ પહેલા ટીમ ઈન્ડિયાને 3 વન-ડેની સિરીઝમાં 1-2 થી હારનો સામનો કરવો પડ્યો છે, જોકે ટીમે સિડની વન-ડે 9 વિકેટે જીતી હતી. આ મુકાબલામાં રોહિત શર્માએ 121 અને વિરાટ કોહલીએ 74 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.


Related Posts

Load more