2028 માટે બાબા વેંગાએ કરી છે સૌથી ખતરનાક ભવિષ્યવાણી, બદલી જશે મનુષ્યની ભાગ્ય!

By: Krunal Bhavsar
02 May, 2025

Baba Vanga Prediction: બુલ્ગારિયાના રહસ્યવાદી ભવિષ્યવેત્તા બાબા વેંગાએ એવી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજે પણ વિશ્વભરના લોકોને મોહિત કરે છે. તેમણે દાવો કર્યો હતો કે, 12 વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવ્યા પછી, તેમને ભવિષ્યમાં શું થવાનું છે તે જાણવાની શક્તિ મળી હતી. તેમની પ્રખ્યાત ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે તેમાં અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલોનો સમાવેશ થાય છે, જેની તેમણે તેમના મૃત્યુ પહેલાં ભવિષ્યવાણી કરી હતી. 2025ની વૈશ્વિક ભવિષ્યવાણીમાં મૃત્યુ અને વિનાશનો ઉલ્લેખ હતો. મે મહિનો આવી ગયો છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સંભવિત વૈશ્વિક અશાંતિનો સંકેત આપે છે. જેના કારણે તેમની ભવિષ્યવાણીઓ સતત ચર્ચાનો વિષય બની રહે છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર રહસ્યવાદી ભવિષ્યવેત્તાએ પશ્ચિમી દેશોના યુદ્ધ અને સંપૂર્ણ વિનાશની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેવી રીતે સીરિયાનું અસ્તિત્વ ખતમ થતા જ પશ્ચિમ અને પૂર્વ વચ્ચે ભયંકર યુદ્ધ થશે.

બાબા વેંગાએ કહ્યું હતું કે, ‘વસંત ઋતુમાં પૂર્વ દિશામાં એક યુદ્ધ શરૂ થશે જેને ત્રીજું વિશ્વયુદ્ધ કહેવામાં આવશે. પૂર્વમાં એક યુદ્ધ થશે જે પશ્ચિમને નષ્ટ કરી દેશે. સીરિયા વિજેતાના પગ પર પડશે, પરંતુ તે વાસ્તવિક વિજેતા નહીં હોય. આ સાથે દલીલ કરવી મુશ્કેલ છે, કારણ કે આ સ્પષ્ટપણે આપણી પોતાની નજર સામે થઈ રહ્યું છે.’

ધ ન્યૂ યોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, બાબા વેંગાના મતે માનવ જીવનમાં થનારા અનિવાર્ય પતનની ટાઈમલાઈન કંઈક આ પ્રકારની હશે.

2025: યુરોપમાં એક મોટો સંઘર્ષ ખંડની વસ્તીને ગંભીર રીતે પ્રભાવિત કરશે.

વર્ષ 2028માં મનુષ્ય સંભવિત ઉર્જા સ્ત્રોત તરીકે શુક્ર ગ્રહને શોધવાનું શરૂ કરી દેશે. જ્યારે 2033માં ધ્રુવીય બરફના પહાડો પીગળવાથી વૈશ્વિક સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધશે. 2076 સુધીમાં સામ્યવાદ દુનિયાભરના ઘણા દેશોમાં ફેલાશે. 2130: માનવજાત બહારની દુનિયા સાથે સંપર્ક સ્થાપિત કરશે. 2170માં એક વ્યાપક દુષ્કાળ પડશે જે પૃથ્વીના મોટા ભાગોને ગંભીર અસર કરશે. વર્ષ 3005માં પૃથ્વી મંગળ ગ્રહની સભ્યતા સાથે યુદ્ધમાં સામેલ થશે. 3797માં માનવજાતને પૃથ્વી છોડવાની ફરજ પાડવામાં આવશે કારણ કે તે રહેવાલાયક નહીં રહે અને 5079માં દુનિયાનો અંત આવશે.
બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે, ‘માનવતા બહારની દુનિયાના જીવન સાથે સંપર્ક કરશે, જે સંભવતઃ વૈશ્વિક સંકટ અથવા સર્વનાશ તરફ દોરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા પછી એલિયન્સ સંબંધિત અમેરિકી સરકારની સાચવેલી ફાઇલોનો ડેટા જાહેર કરવાના વચન સાથે શક્ય છે કે એલિયન્સ વિશે બાબાની ભવિષ્યવાણી આપણી અપેક્ષા કરતાં વધુ સચોટ સાબિત થઈ ચૂકી હોય.

Related Posts

Load more