શુભમન ગીલની તબીયત લથડી,શું મોટી ટુર્નામેન્ટમાથી નામ પાછુ લેશે

By: nationgujarat
23 Aug, 2025

એશિયા કપ 2025 પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટેન શુભમન ગીલ બિમાર થયા છે. શુભમન ગીલ હાલ તો તેના ચંદીગઢ નિવાસ્થન પર આરામ કરી રહ્યા છે. એશિયા કપની ટીમમાં શુભમન ગીલને વાઇસ કેપ્ટન તરીકે જાહેર કરવામા આવ્યા છે.બીસીસીઆઇએ તેને ટી-20 ફોર્મેટમા વાઇસ કેપ્ટેનની જવાબદારી આપી છે. શુભમન ગીલ ટીમમાં રમશે તે વાત નક્કી છે.

ઓપનીગ પેર

શુભમની ગીલ અંતિમ 11મા સ્થાન મળશે તે નક્કી છે અને તે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે. એશિયા કપ પહેલા ગીલની તબીયત ખરાબ હોવાના સમાચાર આવી રહ્યા છે. તબીયતને ધ્યાને રાખી ગીલ મોટી ટુર્નામેન્ટમાથી નામ પાછુ લઇ શકે છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર શુભમન ગીલને ફિઝિયોએ તપાસ્યા હતા તેનો રિપોર્ટ પણ બીસીસીઆઇને મોકલીદેવામાં આવ્યો છે. ગીલ બિમારી માથી સ્વસ્થ્ય થશે અને અશિયા કપ તો રમશે પરંતુ દિલિપ ટ્રોફિ જે ઘરેલુ ક્રિકેટ છે તે નહી રમે.

ગીલને દિલિપ ટ્રોફીમા નોર્થ ઝોનનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે. એશિયા કપમા ભાગ લેશે  એટલે ગીલ દિલિપ ટ્રોફિ નહી રમી શકે તે વાત નક્કી હતી. દિલિપ ટ્રોફી 28 ઓગષ્ટ થી શરૂ થઇ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. એશિયા કપ 9 સ્પેમ્બરના રોજ શરૂ થશે. નોર્થ ઝોનની ટીમમા ગીલની જગ્યાએ શુભમ રોહિલ્લાનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ટીમમા અંકિત કુમારને વાઇઝ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.

મળતા સમાચાર પ્રમાણે બીસીસીઆઇ ટોપ ખિલાડી કે જે ઘરેલુ ક્રિકેટ નથી રમતા તેમનાથી નારાજ છે. બીસીસીઆઇએ જે તે ખિલાડીના રાજયના સંઘ બોર્ડને પત્ર લખ્યો છે તેમા કે.એલ.રાહુલ,મોહમ્મદ સિરાજ,વોશિગ્ટન સુંદર,પ્રસિદ્ધ કુષ્ણા,સાઇ સુદર્શનને ટીમમાં સ્થાન કેમ નથી આપ્યુ તે અંગે લખ્યો છે પત્ર.


Related Posts

Load more