Breaking News

અમેરિકામાં મૂળ ગાંધીનગરના ગુજરાતી ઉદ્યોગપતિ પર 4000 કરોડના કૌભાંડનો ગંભીર આરોપ લાગ્યો

By: nationgujarat
01 Nov, 2025

અમેરિકામાં ભારતીય મૂળના ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર 500 મિલિયન ડોલર (અંદાજે 4000 કરોડ રૂપિયાથી પણ વધુ)ના મોટા નાણાકીય કૌભાંડનો આરોપ લાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના રિપોર્ટ મુજબ બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહક ખાતાઓ અને રાજસ્વના દસ્તાવેજ તૈયાર કરીને અમેરિકી બેંકો પાસેથી ભારે કરજ મેળવ્યું. બ્રહ્મભટ્ટ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિઝવોઈસ નામની કંપનીઓના માલિક છે. રિપોર્ટ મુજબ તેમણે અનેક રોકાણકારોને એ ખાતરી અપાવી કે તેમના વ્યવસાયોની આવક અને ગ્રાહક આધાર ખુબ મજબૂત છે  જ્યારે વાસ્તવમાં તે અનેક બિનહાજર ગ્રાહકો અને ફેક લેવડદેવડ પર આધારિત હતી.

આ કૌભાંડમાં પ્રમુખ રોકાણ ફર્મ HPS ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ અને વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ દિગ્ગજ BlackRock ના સમર્થિત ફંડ પણ સામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઓગસ્ટ 2024માં લેણદારોએ કેસ દાખલ કર્યો જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તથા આવક બતાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા પાયે કરજ મેળવ્યું હતું.

2020થી કંપનીને મળતી હતી લોન
HPS એ સપ્ટેમ્બર 2020માં બ્રહ્મભટ્ટની એક કંપનીને કરજ આપવાનું શરૂ કર્યું હતું અને આ રકમ વધીને ધીરે ધીરે 2021ની શરૂઆત સુધીમાં 385 મિલિયન ડોલર અને ઓગસ્ટ 2024 સુધીમાં 430 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ. આ કરજનો લગભગ અડધો હિસ્સો BNP Paribas બેંક દ્વારા ફંડિંગ કરાયો હતો.

કંપનીએ દેવાળું ફૂંક્યું
હવે તેમની કંપનીઓએ Chapter 11 નાદારી સંરક્ષણ હેઠળ કોર્ટમાં અરજી કરી છે. જે અમેરિકી કાયદા હેઠળ કંપનીઓને ફરી ઊભા થવાની તક આપે છે. આ દિવસે બ્રહ્મભટ્ટે અંગત નાદારીની પણ અરજી દાખલ કરી હતી.

રિપોર્ટ મુજબ જ્યારે પત્રકાર ન્યૂયોર્કના ગાર્ડન સિટી સ્થિત તેમની ઓફિસ પહોંચ્યા તો ત્યાં તાળું લટકતું હતું અને પાડોશીઓએ જણાવ્યું કે તેઓ અનેક અઠવાડિયાઓથી જોવા મળ્યા નથી. તપાસ સાથે જોડાયેલા સૂત્રો મુજબ એવી શક્યતા છે કે બ્રહ્મભટ્ટ અમેરિકા છોડીને ભારત આવી ગયા હોય. તેમના વકીલે જોકે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યાં છે.

કોણ છે બંકિમ બ્રહ્મભટ્ટ?
અત્રે જણાવવાનું બંકિમ ભટ્ટ મૂળ ગુજરાતના ગાંધીનગરના છે. તેમનો જનમ ગાંધીનગરમાં થયો હતો તથા બંકાઈ જૂથના સંસ્થાપક છે. ત્રણ દાયકાથી ટેલિકોમ ક્ષેત્રે સક્રિય છે.


Related Posts

Load more