Junior Ntr ની ‘વોર 2’ 14 મી ઓગસ્ટે રિલીઝ થશે
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, ‘વોર 2’ 14 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, ઋત્વિક રોશન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. તે YRF ના જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ છે. આ કાર્યક્રમમાં જુનિયર એનટીઆરે કહ્યું કે તેમને ચિંતા હતી કે હિન્દી સિનેમા તેમને સ્વીકારશે કે નહીં, પરંતુ ઋતિક રોશને તેમને ખૂબ જ ઉષ્માભર્યા સ્વિકાર કર્યા. તેમણે મજાકમાં કહ્યું, “આ ફિલ્મ હિન્દી સિનેમામાં મારા પ્રવેશની વાર્તા નથી, પરંતુ ઋતિકના તેલુગુ સિનેમામાં પ્રવેશની વાર્તા છે.”
જુનિયર એનટીઆરની ચાહકને ઠપકો આપવાની શૈલી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના બાદથી ‘વોર 2’ની રિલીઝને લઈને દર્શકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે.