ટીમ ઈન્ડિયા હવે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે ટકરાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો જારી રાખવા ઈચ્છશે. હવે પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ બની ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગીલે પાકિસ્તાન સામેની બે બાબતોથી ચિંતિત થવા માટે કંઈ કહ્યું નથી.
શું કહ્યું શુભમન ગીલે?
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લી કેટલીક મેચોથી સતત ટોસ હારી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે ટોસને લઈને શુભમન ગિલે કહ્યું કે,
છેલ્લી મેચમાં દુબઈના મેદાન પર ઝાકળ ન હતી તે ચોક્કસપણે મોટી ભૂમિકા ભજવે છે પરંતુ આવું કંઈ જોવા મળ્યું ન હતું. ધીમી વિકેટ પર બેટિંગ કરવી સરળ નથી. અમારે સ્ટ્રાઈક રોટેટિંગ ચાલુ રાખવી પડશે અને જે ટીમ મધ્ય ઓવરોમાં (11 થી 40 ઓવરની વચ્ચે) શ્રેષ્ઠ રમે છે તેની જીતવાની તકો વધુ હોય છે. પાકિસ્તાન તેની પહેલી મેચ હારી ગયુ હોવાથી ભારત સામે દબાણમા રહેશે જો કે ટીમ ઇન્ડિયાન આ મેચ જીત માટે પ્રયાસ કરશે.
શુભમન ગિલના નિવેદનથી સ્પષ્ટ છે કે દુબઈના મેદાનમાં પાકિસ્તાન સામેની મેચ માટે ટોસ અને ઝાકળ જેવી બાબતોથી ટીમ ઈન્ડિયાને કોઈ ખતરો નથી અને તમામ ખેલાડીઓ હવે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં જગ્યા બનાવવા ઈચ્છશે. તમને જણાવી દઇએ ક પાકિસ્તાન તેની પહેલી મેચ હારી ગયુ છે. ન્યુઝિલેન્ડ સામે મોટા અંતરે પાકિસ્તાનની ટીમ હારી છે અને આઇસીસી ટર્નામેન્ટમાં પાકિસ્તાન ભારત સામે જીતવામાં સફળ રહી નથી કાલે ભારતીય ટીમ ચોક્કસ પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટ બહાર કરે એ જ ક્રિકેટના ફેન્સન આશા રાખી રહ્યુ છે.