કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રી જયંતીની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
04 Feb, 2025

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર – અમદાવાદ ખાતે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી મહાપૂજન અને શિક્ષાપત્રી ગ્રંથનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષાપત્રી ગ્રંથ ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ વિવેચન કર્યું હતું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ ૧૮૮રના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી. આ શિક્ષાપત્રીનો સૌ કોઈ પાઠ કરી શકે તે માટે અત્યારે આ ગ્રંથ
અંગ્રેજી,હિન્દી,સંસ્કૃત,ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

– શ્રી સ્વામિનારાયણ ભગવાને આજના સમયની દરેક સમસ્યાઓનું સમાધાન આજથી ર૦૦ વર્ષ પહેલા આ શિક્ષાપત્રી ગ્રંથમાં બતાવેલું છે.

સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીના ૧૩૯મા શ્લોકમાં કહ્યું છે કે, દરેક માણસોએ માતાપિતાની સેવા કરવી જોઈએ. આજના યુવાનો આ શ્લોક પ્રમાણે વર્તે તો ઘરડાઘર કે વૃધ્ધાશ્રમની જરૂર જ ના પડે..

શિક્ષાપત્રી ઉપર મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, હિન્દુસ્તાનમાં ઘણાં ધર્મો છે, પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે.

આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે, માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો.


Related Posts

Load more