સાણંદમાં પિતાએ જ 10 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો: દીકરાની લાશની બાજુમાં પિતા સૂતો હતો

By: Nation Gujarat Team
02 Nov, 2026

સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી છે. વિંછીયા ગામમાં રાતના સમયે પિતાએ માતાજીની દેરી આગળ દીકરાનું માથું પછાડીને હત્યા કરી છે. દીકરાની હત્યા બાદ પિતા લાશ ખાટલામાં મૂકીને બાજુમાં જ સૂઈ ગયો હતો. આ અંગે જાણ થતા માતા ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે માતાએ સાણંદ પોલીસ સ્ટેશન હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

માતા દીકરાને પિતા પાસે મૂકી પિયર ગઈ હતી અમદાવાદના ગ્રામ્યના સાણંદ વિંછીયા ગામમાં 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ તેમના પતિ નરેશ પટેલ અને એકના એક દીકરા કરણ સાથે રહેતા હતા. દસ દિવસ અગાઉ ભારતીબેનનો તેમના પતિ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હતો. જેથી ભારતીબેન નરેશથી કંડાળીને પિયર જતા રહ્યા હતા. દીકરા કરણની પરીક્ષા હોવાથી તેને તેના પિતા નરેશ સાથે જ મૂકીને ગયા હતા.

પાડોશીએ ફોન કરી કહ્યું- તમારા દીકરાને લાકડીથી માર માર્યો 1 નવેમ્બરની સાંજે ભારતીબેનને તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના દીકરા કરણને તેમના પતિ નરેશે લાકડી વડે માર માર્યો છે, જેથી ભારતીબેન તાત્કાલિક વિંછીયા ગામે જવા નીકળ્યા હતા. ભારતીબેન સાથે તેમના માતા, પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યા હતા. ભારતીબેન રાતે 9 વાગ્યે ઘર પાસે પહોંચ્યા હતા. તેમના ઘરની પાસે જ જોગણીમાતાની દેરી આવેલી હતી.

દીકરાની લાશની બાજુમાં પિતા સૂતો હતો ભારતીબેન દેરી પાસે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં હતો. કરણની તપાસ કરતા તેનું મોત થયું હતું. બીજા ખાટલામાં કરણના પિતા અને ભારતીબેનના પતિ નરેશ સૂઈ રહ્યો હતો. નરેશના કપડાં પણ લોહીના ડાઘા હતા. ભારતીબેને નરેશને કરણના મોત અંગે પૂછ્યું ત્યારે નરેશે જણાવ્યું હતું કે, મારા પિતા માતાજીના ભૂવા હતા, તેમના પછી હું માતાજીનો ભૂવો થયો છું.

માતાજીની દેરી આગળ દીકરાને બેથી ત્રણ વખત પછાડ્યો હવે મારા પછી કોઈ આપણા ઘરમાં ભૂવો ન થાય તે માટે મેં આ કરણની માતાજીની દેરી આગળ બંને પગેથી પકડીને બેથી ત્રણ વખત પછાડી અને માથામાં લાકડી મારી હત્યા કરી છે. આ સાંભળતા જ તમામ લોકો રોષે ભરાયા હતા. ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને FSLની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. કરણના મૃતદેહના પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભારતીબેને પતિ નરેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. સાણંદ પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score