વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં સેક્સ પાર્ટી, કરોડોના ખર્ચે એસ્કોર્ટ સર્વિસ લીધાના દાવાથી ખળભળાટ

By: nationgujarat
27 Jan, 2025

SHOCKING details of WEF:  વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યૂઇએફ)ની પાંચ દિવસીય વાર્ષિક બેઠક શુક્રવારે પૂર્ણ થઇ ગઇ છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને કંપનીઓ પાસેથી ભારત 20 લાખ કરોડથી વધુનું રોકાણ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું. જેમાં એકલા મહારાષ્ટ્રની 80 ટકા ભાગીદારી રહી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળની આ બેઠકમાં નેતૃત્વ કર્યું હતું. પરંતુ હવે આ બેઠક સાથે સંકળાયેલા એક રિપોર્ટે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

વિશ્વ આર્થિક મંચની બેઠકની સેક્સ પાર્ટીનું બ્લેક સિક્રેટ

એક જાણીતા અંગ્રેજી મીડિયા ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ) માં ભાગ લેનારા દુનિયાભરના અમીર લોકોની કાળી કરતૂતો સામે આવી છે. એસ્કૉર્ટ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બેઠકમાં સેક્સ પાર્ટીઓ, રૂપલલનાઓ અને ટ્રાન્સેક્સુઅલ મહિલાઓની ખૂબ ડિમાન્ડ રહી. ગત અઠવાડિયે યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા દુનિયાભરમાંથી લગભગ 3,000થી વધુ બિઝનેસમેન અને રાજકીય નેતાઓ દાવોસ પહોંચ્યા હતા.


Related Posts

Load more