પાકિસ્તાન એશિયા કપની બાકીની મેચો નહી રમે? પ્રેસ કોન્ફરન્સ રદ કરી … શું છે અપડેટ જાણો

By: nationgujarat
17 Sep, 2025

એશિયા કપમા આજે યુએઇ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે ત્યારે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એશિયાકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન આગળની મેચ નહી રમે. ક્રિકેટ ઇન્ફોના જણાવ્યા પ્રમાણે એશિયા કપથી નામ પાછુ ખેચવા માટે પીસીબી અંતિમ  નિર્ણય લેશે. પાકિસ્તા ક્રિકેટ બોર્ડે મધરાતે એક નિવેદન જાહેર કર્યુ હતું જેમા જણાવ્યું કે એશિયા કપમા રમવુ કે નહી તે અંગે ચર્ચા વિચારણા કરીશું. બુધવારે પાકિસ્તાન યુએઇ સામે રમવુ કે નહી તે અંગે અમે પાકિસ્તાન નિર્ણય લેશે. ભારત પાકિસ્તાન મેચમા ભારતે પાકિસ્તાનના ખિલાડીઓ સાથે હાથ ન મિલાવતા આ વિવાદ થયો હતો પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી હતી. પાકિસ્તાને સિરિઝમાથી નામ પાછવા ખેચવા ના સમાચાર માટે  જાહેરાત કરી નથી. ભારત સામેની મેચ પછી પાક્સ્તાને મેચ રેફ્રરીની કાર્યવાહી મામલે નારાજગી વ્યકત કરી  અને યુએઇ સામેની મેચમા મેચ રેફરી તરીકે તેમને દુર કરવામાં આવે. પીસીબીનો દાવો છે કે ભારત પાકિસ્તાન સામેની મેચમા ટોસ પહેલા કેપ્ટેનને ટોસ પછી હાથ ન મિલાવા જણાવ્યુ હતું જે નિયમ વિરુદ્ધ છે. પીસીબીએ મેચ રેફરીને આગામી મેચોમા દુર કરવા  માંગ કરી હતી.પાકિસ્તાને મેચ રેફરીને દુર કરવા ની માગ ન સ્વીકારાય તો સિરિઝ માથી નામ પાછુ ખેચવાની ચિમકી આપી હતી.


Related Posts

Load more