અમિત શાહ નહીં આવે ગુજરાત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરૂવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના હતા. આ પ્રવાસમાં તેઓ રેલવે અને રમતગમત ઉપરાંત અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના હતા. જોકે, હાલ મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરવામા આવ્યો છે.
પીએમ મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને નવસારી ખાતે કરોડો રૂપિયાના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા અને વુડાના કુલ 7 કામો સહિત રેલવે અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરાશે. આ મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹90.16 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 3 વિકાસકામોનું લોકાર્પણ થશે, જેમાં ગોલ્ડન, આજવા અને વાઘોડિયા જંક્શન પર વરસાદી ગટર (₹30.28 કરોડ), ભાયલીમાં પાણીની ટાંકી અને નેટવર્ક (₹32.61 કરોડ) તથા આજવા સરોવર ખાતે પોન્ટુન સુવિધા (₹27.07 કરોડ) સામેલ છે. આ ઉપરાંત ₹32.93 કરોડના ખર્ચે બનનારી પાલિકાની નવી કચેરીના કામનું ખાતમુહૂર્ત પણ કરાશે. વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) અંતર્ગત ₹227.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ખાનપુર-સેવાસી EWS આવાસો અને 11 ગામોની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરાના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવા માટે ₹523.59 કરોડના ખર્ચે આકાર પામનારા 75 મીટર રિંગ રોડના ફેઝ-2નું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે