શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ

By: Nation Gujarat Team
28 Jul, 2026

India Squad for Sri Lanka: શ્રીલંકા વિરુદ્ધ 2 ટેસ્ટની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વોશિગ્ટન સુંદર પહેલી ટેસ્ટ ટીમમાંથી બહાર છે. 15 સભ્યોની ટીમમાં એક નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. ટીમમાં 4 સ્પેશલિસ્ટ ફાસ્ટ બોલરને સ્થાન મળ્યું છે. તો અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાનું ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો કરનાર માનવ સુથારને પણ શ્રીલંકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. તેમને અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેમજ ગુરનુર બ્રાર જે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ટીમ માટે પહેલી વખત પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને ડેબ્યુની તક મળી ન હતી. આશા છે કે,શ્રીલંકામાં તેના ટેસ્ટ ડેબ્યુની રાહ પૂર્ણ થાય.

ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનનું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે. સારાંસ બેટસ્મેનની સાથે ઓફ સ્પિનર પણ છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેમણે 54 મેચમાં 2200 થી વધારે રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે.

શ્રીલકા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ, ઋષભ પંત,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને સારાંશ જૈન

જો આપણે ભારત અને શ્રીલંકાના શેડ્યુલની વાત કરીએ તો. પહેલી મેચ 15 થી 19 ઓગસ્ટ વચ્ચે રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટના રોજ રમાશે. આ તમામ મેચ ભારતીય સમયઅનુસાર 10 કલાકે શરુ થશે.

શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ

ભારતને શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં શરુ થશે. તો બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 7 ઓગ્સ્ટથી કોલંબોમાં એક દિવસની વોર્મ અપ મેચ રમશે.


Related Posts

Load more