છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. વર્ષ 2020ની શરૂઆત લોકડાઉનથી થઈ, જેનાથી લોકોના જીવનમાં મોટી અસર થઈ. ત્યારબાદ 2021મા કોરોનાની બીજી લહેર આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા અને સ્થિતિ મુશ્કેલ બની. વર્ષ 2022મા દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું, જેણે વૈશ્વિક સ્તર પર તણાવ વધાર્યો હતો. તો 2023મા 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ ઘણા દેશોમાં હિંસા અને અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો.
વર્ષ 2024ની વાત કરીએ તો આ વર્ષ પણ ઘટનાઓથી ભરેલું રહ્યું. ભારત અને અમેરિકામાં ચૂંટણી થઈ, જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને રશિયા-યુક્રેનની સાથે-સાથે ઇઝરાયલ-હમાસનો સંઘર્ષ વધી ગયો.
વર્ષ 2025મા હાલત શાંત રહી નથી. મહાકુંભ જેવા મોટા ધાર્મિક આયોજન વચ્ચે ઈરાન-ઇઝરાયલ તણાવ, પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટનાઓ ચર્ચામાં રહી. ત્યારબાદ 2026મા મિડલ ઈસ્ટનો સંઘર્ષ વધ્યો, રશિયા-યુક્રેન યુદ્ધ જારી રહ્યું અને હોર્મુઝ સંકટને કારણે કાચા તેલની મુશ્કેલી વધી. આ સતત બદલાતી સ્થિતિ વચ્ચે જ્યોતિષિઓનું માનવું છે કે 2027 એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. એવું વર્ષ જ્યારે ઘણા મોટા નિર્ણય અને નિર્ણાયક ઘટનાઓ સામે આવી શકે છે.
સામાન્ય લોકો પર વધતું દબાણ
છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ એક બાદ એક મુશ્કેલી જોઈ છે. મહામારી બાદ આશા હતી કે સ્થિતિ સામાન્ય થશે, પરંતુ તેનાથી ઉલટ ઘણી જગ્યાએ યુદ્ધ અને તણાવ વધી ગયો. તેની સીધી અસર સામાન્ય લોકો પર પડી છે. ખાસ કરી મધ્યમ વર્ગ મોંઘવારી, બેરોજગારી અને અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. ઘણા દેશોમાં સ્થિતિ એટલી બગડી કે હિંસા દ્વારા સત્તા પરિવર્તન જોવા મળ્યું, જેણે લોકોની ચિંતા વધારી છે.
દુનિયામાં વધરો ટકરાવ અને અસ્થિરતા
તો આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સ્થિતિ વધુ સ્થિર જોવા મળી નહીં. ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન જેવા સંઘર્ષો વચ્ચે નિષ્ણાંત માને છે કે આવનાર સમયમાં મોટા દેશોમડાં સીધો ટકરાવ પણ જોવા મળી શકે છે. કેટલાક જાણકારો અનુસાર 2026ના અંત સુધી ઘણા દેશની રાજનીતિમાં અચાનક મોટા ફેરફાર આવી શકે છે.
આ સિવાય કેટલાક રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનાર વર્ષોમાં કોઈ નવી ખતરનાક બીમારી ફેલાઈ શકે છે, જે પહેલાથી વધુ ગંભીર સાબિત થઈ શકે છે. કુલ મળી દુનિયા માટે આવનાર સમય પડકારોથી ભરેલો રહી શકે છે, જેને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે.
સૂર્ય ગ્રહણ
2 ઓગસ્ટ 2027ના થનાર સૂર્ય ગ્રહણ એક ખાસ અને દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવી રહી છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે, એટલે કે થોડા સમય માટે દિવસમાં અંધારૂ છવાશે અને સૂરજ જોવા મળશે નહીં.
વૈજ્ઞાનિકો અનુસાર આ 21મી સદીના સૌથી લાંબા પૂર્ણ સૂર્ય ગ્રહણમાંથી એક હશે. કેટલીક જગ્યાએ તે આશરે 6 મિનિટ 23 સેકેન્ડ સુધી જોવા મળશે, આ તેને ખાસ બનાવે છે. આટલી લાંબી અવધીનું પૂર્ણ ગ્રહણ ખુબ ઓછું જોવા મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે 1991 બાદ અને 2114 પહેલા સુધી આ પૃથ્વીથી જોવા મળનાર સૌથી લાંબુ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. આ કારણે તેને અનોખી ઘટના માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત છે કે ત્યારબાદ આવા લાંબા અને પ્રભાવશાળી ગ્રહણ જોવા માટે 100 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.
કુંભ મેળાનો મહાસંયોગ
પ્રયાગરાજમાં મહાકુંભના આયોજન બાદ હવે આગામી કુંભ મેળો વર્ષ 2027મા મહારાષ્ટ્રમાં યોજાશે. આ સિંહસ્થ કુંભ ત્ર્યંબકેશ્વરમાં આયોજીત થશે, જે નાસિક શહેરથી 38 કિમી દૂર છે. માનવામાં આવી રહ્યું છે કે આ ભવ્ય ધાર્મિક મેળો 17 જુલાઈ 2027થી શરૂ થઈ 17 ઓગસ્ટ 2027 સુધી ચાલશે. એટલે કે શ્રદ્ધાળુઓને આ પવિત્ર આયોજનમાં સામેલ થવાનો અવસર 32 દિવસ સુધી મળશે.
શનિ ગોચરનો પ્રભાવ
વર્ષ 2027મા શનિની ચાલમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષ અનુસાર 3 જૂને શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તેઓ વક્રી ગતિમાં આવી 20 ઓક્ટોબરે ફરી મીન રાશિમાં આવી જશે. આ દરમિયાન ક્ષેત્રીય તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વધી શકે છે. કેટલીક ભવિષ્યવાણીમાં તે કહેવામાં આવ્યું છે કે આ સમયગાળામાં કોઈ મોટો સૈન્ય ટકરાવ થઈ શકે છે.
પરંતુ આવા સમયમાં ભારતની તાકાત મજબૂત રહેવાની વાત કહેવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જો કોઈ મોટો સંઘર્ષ થાય છે તો દેશની સૈન્ય ક્ષમતા પ્રભાવી સાબિત થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે.