ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક દિવસથી કોઈ મેચ હારી નથી. આ પહેલા ટેસ્ટ ફોર્મેટમાં ટીમને કેટલાક શરમજનક પરિણામનો સામનો કરવો પડ્યો છે. જેનાથી ટીમની સાથે બીસીસીઆઈની પણ વાતો થઈ રહી છે. પરંતુ મેદાનના પરિણામથી વધારે ચિંતાજનક સ્થિતિ હાલ ખેલાડીઓના ફિટનેસના કારણે બનેલી છે. જે મોટા વિવાદમાં આવી રહી છે. અચાનક ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ એક બાદ એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે હાલતમાં બોર્ડના સચિવ દેવજિત સૈકિયા ખુદ બેંગ્લોર પહોંચી રહ્યા છે. અહી મોટા સવાલ-જવાબ કરી શકે છે.
રિવવાર 9 ઓગસ્ટના રોજ દેવજિત સૈકિયા બેંગ્લોરમાં રહેલા બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સીલેન્સ પહોંચી રહ્યા છે. તેનો આ પ્રવાસ એવા સમયે સામે આવ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસ પર છે. આ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ માટે સ્કવોડના 2 ખેલાડીઓ મેચ શરુ તતાં પહેલા બહાર થઈ ચૂક્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પછી 8 ઓગ્સ્ટના રોજ યુવા બેટ્સમેન સાંઈ સુદર્શન બહાર થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ઈજાગ્રસ્ત ખેલાડીઓમાંથી માત્ર 2 ખેલાડીઓ સામેલ નથી. એવું નથી આનું ખુબ મોટું લિસ્ટ છે. ત્યારે સેન્ટર ઓફ એક્સીલેન્સની મેડિકલ ટીમ ત્યાંની પ્રકિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે. જેને જોતા સૈકિયા રવિવારના રોજ બેંગ્લોર પહોંચી રહ્યા છે.
રિપોર્ટ મુજબ સૈકિયા આ પ્રવાસ પર સેન્ટરના મુખ્ય વીવીએસ લક્ષ્મણ સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન મોટી ચર્ચા પણ થઈ શકે છે. શું આ બેઠકમાં સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ ભાગ લેશે?આને લઈ હાલની સ્થિતિ સ્પષ્ટ નથી. આ એક એવો વિષય છે. જેમાં સીઓઈની સાથે સિલેક્શન કમેટી અને ટીમ મેનેજમેન્ટ પણ બરાબરના ભાગીદાર છે.
ટીમ ઈન્ડિયાએ છેલ્લા એક મહિનાની અંદર કેટલાક મહત્વના ખેલાડીઓની ઈજા જોઈ છે. જેમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થયેલા હર્ષિત રાણા અને વોશિગ્ટન સુંદર પણ સામેલ છે. આ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેના ઉતરાધિકારીઓ મનાતા નીતિશ કુમાર રેડ્ડી લાંબા સમયથી સેન્ટરમાં પોતાની ઈજાને યોગ્ય કરવાનું કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા દોઢ વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા અત્યારે રમી રહેલા અંદાજે 13 ખેલાડીઓ ઈજા સાથે ઝઝુમી રહ્યા છે. અને સીઓઈમાં સમય પસાર કરી રહ્યા છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી.