Signs of Prostate Cancer: એક એવો રોગ છે જે ચૂપચાપ તમારા શરીરમાં આવી જાય અને જ્યાં સુધી તમને ખબર પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. પ્રોસ્ટેટ કેન્સર આવી જ બીમારી છે. પુરૂષો સાથે જોડાયેલું આ કેન્સર શરૂઆતમાં ખૂબ સામાન્ય અને નજરઅંદાજ કરી શકાય તેવા લક્ષણો સાથે આવે છે, પરંતુ સમય રહેતા તેની ઓળખ કરવી જરૂરી છે.ડોક્ટર જણાવે છે કે પ્રોસ્ટેટ કેન્સર પુરૂષોમાં થનાર એક સામાન્ય પરંતુ ગંભીર બીમારી છે, જે 50 વર્ષથી વધુની ઉંમર બાદ જોવા મળે છે, પરંતુ આજકાલ યુવાનો પણ તેની ઝપેટમાં આવી રહ્યાં છે. તેની જેટલી જલ્દી ઓળખ થાય તો સારવાર સંભવ છે.
પેશાબ કરવામાં સમસ્યા
પ્રોસ્ટેટ કેન્સર થવાથી મૂત્ર માર્ગ પર ભાર લાગે છે. તેનાથી પેશાબ કરવા સમયે બળતરા, પેશાબ કરવામાં સમસ્યા કે વધુ પેશાબ લાગવા જેવી મુશ્કેલી થાય છે.
રાત્રે વાંરવાર પેશાબ લાગવી
જો તમે રાત્રે 2 વખતથી વધુ પેશાબ કરવા માટે ઉઠી રહ્યાં છો અને આ સમસ્યા સતત યથાવત હોય તો તમને પ્રોસ્ટેટ કેન્સર સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.
પેશાબ કે વીર્યમાં લોહી પડવું
આ લક્ષણ ખૂબ ગંભીર છે અને તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. પેશાબ કે સ્પર્મમાં લોગી દેખાવું પ્રોસ્ટેટ કેન્સરનો સંકેત હોઈ શકે છે.
પીઠ, જાંઘ કે કૂલ્હામાં સતત દુખાવો
પ્રોસ્ટેટ કેન્સર જ્યારે વધવા લાગે છે તો તે આસપાસના હાડકામાં ફેલાઈ શકે છે, જેથી પીઠના નીચેના ભાગમાં, જાંઘ અને કૂલ્હામાં સતત દુખાવો રહે છે.
વજન ઘટવું અને ભૂખ ન લાગવી
જો ડાયટિંગ કે કસરત વગર અચાનક વજન ઘટી રહ્યું છે અને સાથે ભૂખ ઓછી લાગે છે તો તે શરીરમાં કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. જેમાં પ્રોસ્ટેટ કેન્સર પણ સામેલ છે.
પ્રોસ્ટેટ કેન્સરથી બચવાના ઉપાયો
વર્ષમાં એક વાર PSA ટેસ્ટ કરાવો, ખાસ કરીને ૫૦ વર્ષની ઉંમર પછી
ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો
વધુ ચરબીયુક્ત ખોરાક ઓછો કરો અને લીલા શાકભાજી અને ફળો વધુ ખાઓ
નિયમિત કસરત કરો અને વજન નિયંત્રણમાં રાખો
પ્રોસ્ટેટ કેન્સરની સારવાર ત્યારે જ થઈ શકે છે જો તે સમયસર ઓળખાઈ જાય. તેથી, જો ઉપરોક્ત લક્ષણો લાંબા સમય સુધી દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.