લોકસભા ચૂંટણીની બ્યૂગલ ફૂંકાઇ ગયા છે, રાજ્યમા ભાજપ અને કોંગ્રેસ આમને સામને ટકરાઇ રહી છે, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ પણ સાત ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ટાર્ગેટ કર્યો છે, શાબ્દિક પ્રહારથી ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે.
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ હવે ભાજપ પર વારાફરથી પ્રહાર કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસની સાત બેઠકોના ઉમેદવારો બાકી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, અહીં તેમને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ધનસુરામાં શક્તિસિંહ ગોહિલે ભાજપને તેની બે બેઠકના ઉમેદવાર બદલવા મુદ્દે પ્રહાર કર્યા, તેમને કહ્યું કે, ભાજપ અહંકારી રાજનીતિવાળી પાર્ટી છે. ભાજપના કાર્યકર્તાઓમાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. કામના બદલે કારનામાથી આક્રોશ છે. શક્તિસિંહ ગોહિલના શાબ્દિક પ્રહારો બાદ રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે.
લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ છે. રાજસ્થાનના 5 ઉમેદવારોના નામ આ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. હોળીના દિવસે આવેલી આ યાદીમાં કુલ પાંચ નામ છે, જેમાંથી ચાર રાજસ્થાનના છે, જ્યારે એક તમિલનાડુનું છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉમેદવાર નીતિન ગડકરીની સામે ચૂંટણી લડશે
કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિકાસ ઠાકરે રાજ્યની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડશે. જમ્મુથી રમણ ભલ્લા અને ઉધમપુરના લાલ સિંહ જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયા છે તેમને ટિકિટ મળી છે. બસ્તરના વર્તમાન સાંસદ દીપક બૈજની ટિકિટ કાપીને કાવાસી લખમાને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે હરીદ્વારથી હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત અને નૈનીતાલથી પ્રકાશ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તમિલનાડુના શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ અને વિરુધુનગરથી મણિકમ ટાગોરને ઉમેદવાર બનાવ્યા છે