પૂજા કરતી વખતે પૂર્વ કેન્દ્રીય મંત્રીની સાડીમાં આગ લાગી, ગંભીર રીતે દાઝતા અમદાવાદ રિફર

By: Krunal Bhavsar
31 Mar, 2025

Rajasthan News : રાજસ્થાનના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ ઉદરપુરમાં પોતાના ઘરે આગમાં દાઝ્યા છે. ડો. ગિરિજા વ્યાસ પોતાના ઘરે પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે દાઝ્યા હતા. પોતાના ઘરે ગંગૌર પૂજા દરમિયાન સાડીને આગ લાગી જતાં શરૂઆતમાં તેમને ઉદયપુરની અમેરિકન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.

પૂજા કરતી વખે દાઝ્યા ગિરિજા વ્યાસ

જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ  પોતાના ઘરે ગંગૌર પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજાના દીવાની જ્યોતથી તેમનો સાડીનો પલ્લુ સળગ્યો અને તેઓ દાઝી ગયા. જ્યારે તેના ઘરે કામ કરતા વ્યક્તિએ આગમાં લથપથ જોયા બાદ પ્રથમ તેમને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી મુજબ તેમના પુત્ર ગોપાલ શર્મા પણ ત્યાં પહોંચી ગયા છે. હાલ તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીને ગંભીર સ્થિતિમાં અમદાવાદ રિફર કરાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસના પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેઓ ફાર્મ હાઉસ પર હતા. તેમને ઘરમાં આગ લાગી હોવાની માહિતી મળી, જેમાં તેમની માતા ડૉ. ગિરિજા વ્યાસ દાઝી ગયા. તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને તેની માતા સાથે અમદાવાદ આવવા રવાના થયા છે.  પુત્ર ગોપાલ શર્માએ જણાવ્યું કે તેની માતા ડૉ. ગિરિજા વ્યાસ ઘરે પૂજા કરી રહી હતી. તે નિયમિતરૂપે પૂજા અર્ચના કરે છે પરંતુ હાલ નવરાત્રિ પર્વે ગંગૌરની વિશેષ પૂજા કરવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં દીવાની આગ થકી તે દાઝી ગયા


Related Posts

Load more