પ્રાથમિક માહિતી પ્રમાણે, દહીંસરા ગામમાં અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં બનાવટી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ફેક્ટરી સંચાલન અને નેટવર્ક સાથે જોડાયેલા 6 લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાં અજયસિંહ ભાવુભા જાડેજા, મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સિંધવ અને વિક્રમ ધંધુકિયાનો સમાવેશ થાય છે.