24 યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સહિત કુલ 49 હોદ્દેદારો સસ્પેન્ડ
ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, આ કાર્યવાહીમાં 24 યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સહિત કુલ 49 હોદ્દેદારોને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ નેતાઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર રાખવામાં આવશે.
યુવા પાંખ સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં યુવા પાંખ સામે કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી ગણાવાઈ રહી છે. રાહુલ ગાંધીના આહ્વાન છતાં ગેરહાજર રહેનારા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે કે પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત યુથ કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
| નામ | હોદ્દો |
|---|---|
| ગૌરાંગ મકવાણા | જનરલ સેક્રેટરી ઓપન |
| યશરાજ ગોહેલ | જનરલ સેક્રેટરી ઓપન |
| મો. ઇરફાન શેખ | જનરલ સેક્રેટરી ઓપન |
| જય પટેલ | જનરલ સેક્રેટરી ઓપન |
| અદનાન તુરાક | જનરલ સેક્રેટરી ઓપન |
| જયસિંહ રાઠોડ | જનરલ સેક્રેટરી ઓપન |
| આકાશ પરમાર | જનરલ સેક્રેટરી ઓપન |
| રિયાઝ શેખ | જનરલ સેક્રેટરી ઓપન |
| વિવેકકુમાર પાંડી | જનરલ સેક્રેટરી ઓપન |
| શર્વિલસિંહ રાઠોડ | જનરલ સેક્રેટરી ઓપન |
| ચિરાગ રાજુ | જનરલ સેક્રેટરી ઓપન |
| ગૌરાંગ રાઠોડ | જનરલ સેક્રેટરી ઓપન |
| મનસુખભાઈ કોડારિયા | જનરલ સેક્રેટરી ઓબીસી |
| પ્રકાશ દેસાઈ | જનરલ સેક્રેટરી ઓબીસી |
| જયેશ કરમટા | જનરલ સેક્રેટરી ઓબીસી |
| ભૈરવ ભારિયા | જનરલ સેક્રેટરી એસસી/એસટી |
| પૃથ્વીરાજસિંહ વલવી | જનરલ સેક્રેટરી એસસી/એસટી |
| માઝ ખાન તાલુકદાર | જનરલ સેક્રેટરી લઘુમતી |
| આદિત્યસિંહ ગોહિલ | રાજ્ય સચિવ (EC) |
| યશપાલસિંહ પરમાર | રાજ્ય સચિવ (EC) |
| ચિરાગજીત જોષી | રાજ્ય સચિવ (EC) |
| બંસીકુમાર સાવલિયા | રાજ્ય સચિવ (EC) |
| શક્તિપાલસિંહ ચુકાસમા | રાજ્ય સચિવ (EC) |
| અવધ પટેલ | રાજ્ય સચિવ (EC) |
| સુરેશકુમાર સોલંકી | રાજ્ય સચિવ (EC) |
| હાર્દિકસિંહ ધામા | રાજ્ય સચિવ (EC) |
| હિતેશ સોલંકી | અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| રવિ બ્રહ્મભટ્ટ | અમરેલી જિલ્લા પ્રમુખ |
| આશુતોષ રાઠોડ | અરવલ્લી જિલ્લા પ્રમુખ |
| રત્નસિંહ પારગી | બનાસકાંઠા જિલ્લા પ્રમુખ |
| વિપુલ વસાવા | ભરૂચ જિલ્લા પ્રમુખ |
| તુષાર કામડી | ડાંગ જિલ્લા પ્રમુખ |
| યુવરાજસિંહ વાઘેર | દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ |
| શિવનાથસિંહ રાઠોડ | ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| નવઘણભાઈ ડાભી | ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ |
| આતિશભાઈ કડભીત | ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ |
| માંકસિંહ શમા | જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| મિહિર મહેતા | જૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ |
| સાકિબ પરમાર | મહીસાગર જિલ્લા પ્રમુખ |
| મોહમ્મદ તંજીમ સૈયદ | મહેસાણા જિલ્લા પ્રમુખ |
| શિવકુમાર પટેલ | નર્મદા જિલ્લા પ્રમુખ |
| પુરવ તલાવિયા | નવસારી જિલ્લા પ્રમુખ |
| માઇકલ જોશેક | પંચમહાલ જિલ્લા પ્રમુખ |
| કિરણ પરમાર | પાટણ જિલ્લા પ્રમુખ |
| અજય મેહતા | પોરબંદર જિલ્લા પ્રમુખ |
| ભાગ્યરાજસિંહ વાળા | રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ |
| કલ્પેશકુમાર ભગોરા | સાબરકાંઠા જિલ્લા પ્રમુખ |
| બાબુભાઈ પરમાર | સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ |
| પવન ગુપ્તા | વડોદરા શહેર જિલ્લા પ્રમુખ |