સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં સતત 18મો ટૉસ હાર્યો છે. છેલ્લે તેઓએ 2023ની ODI વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટૉસ જીત્યો હતો. ભારતના કેપ્ટને પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી સિરીઝમાં અત્યાર સુધી ખાતું પણ ખોલાવી શક્યો નથી. તેણે પર્થમાં 8 બોલમાં 0, એડિલેડમાં 4 બોલમાં 0 બનાવ્યા. શક્ય છે કે આ વિરાટ કોહલી અને લાંબા સમયથી તેના ટીમ મેટ રહેલા રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હોય.
આ મેચમાં બંને સ્ટાર્સે પ્રભાવશાળી પ્રદર્શન કરવાની જરૂર પડશે. ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝ હારી ચૂકી છે અને હવે પહેલી વાર ક્લીન સ્વીપનો ખતરો છે. ઓસ્ટ્રેલિયન ટીમે ODI ક્રિકેટમાં ભારત સામે ક્યારેય ક્લીન સ્વીપ કરી નથી. એક દિવસ પહેલા, 23 ઓક્ટોબરના રોજ, ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ બે વિકેટથી જીતી હતી. ટીમે પહેલી મેચ સાત વિકેટથી જીતી હતી
ઓસ્ટ્રેલિયામાં આ રોહિત-કોહલીની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ કેમ છે?
કોહલી 36 વર્ષનો છે અને રોહિત 38 વર્ષનો છે. બંનેએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ફ્યુચર ટૂર પ્રોગ્રામ મુજબ, ભારત આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરે. આનો અર્થ એ થયો કે જો રોહિત અને કોહલી 2027માં સાઉથ આફ્રિકામાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ સુધી રમે તો પણ તેઓ ઓસ્ટ્રેલિયામાં રમી શકશે નહીં