એસિડ એટેકમાંથી બચ્યો અને વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ! ફૂટબોલના આ ખેલાડીનો સંઘર્ષ જાણી આંખો ભીની થઈ જશે

By: Nation Gujarat Team
18 Jun, 2026

Yoane Wissa Create History in FIFA: ફૂટબોલની દુનિયામાં ખેલાડીઓના સંઘર્ષની અનેક વાર્તાઓ જોવા મળે છે, પરંતુ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સ્ટાર પ્લેયર યોઆને વિસ્સાની કહાની એટલી રોમાંચક અને પ્રેરણાદાયી છે કે તેના પર નેટફ્લિક્સની કોઈ સુપરહિટ મૂવી બની શકે. ફ્રાન્સમાં જન્મેલા અને કારકિર્દીની શરૂઆત એક ગોલકીપર તરીકે કરનારા યોઆને વિસ્સા આજે એક આક્રમક ફોરવર્ડ પ્લેયર છે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મજબૂત પોર્ટુગલની ટીમ પણ તેમના આક્રમણને રોકી શકી નહોતી અને યોઆને વિસ્સાએ આખી દુનિયા સામે એક અવિશ્વસનીય ઇતિહાસ રચી દીધો છે.

52 વર્ષ બાદ કોંગો માટે ઐતિહાસિક પળ

ફિફા વર્લ્ડ કપ 2026માં એક એવી ઐતિહાસિક ક્ષણ આવી જેણે કોંગોના નાગરિકો અને ફૂટબોલ ટીમને ગર્વથી ભરી દીધી. કોંગોની ટીમ પૂરા 52 વર્ષના લાંબા ગાળા બાદ વર્લ્ડ કપમાં રમી રહી હતી. તેમની સામે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક પોર્ટુગલ હતી.


Related Posts

Load more