સુપ્રીમ કોર્ટે મેડિકલ કારણોસર ગોધરાકાંડના આજીવન કેદના આરોપીની સજા કરી સસ્પેન્ડ, સરકારે કહ્યું-‘અમને કોઈ વાંધો નથી’

By: Nation Gujarat Team
23 Nov, 2026

Godhra Train Burning Case: ગોધરા ટ્રેન કાંડના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતને સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર રાહત આપી છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે દોષિતની સજા સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન દોષિતના વકીલે રજૂઆત કરી હતી કે, તે છેલ્લા 18 વર્ષથી જેલમાં છે. જ્યારે રાજ્ય તરફથી હાજર વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ દોષિતની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાનું વિચારી રહી હોય તો તેમને કોઈ વાંધો નથી. જોકે, આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી મર્યાદિત રાખવા વિનંતી કરી હતી.

રાજ્ય તરફથી વકીલે કેસને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેસના ગુણદોષ અંગે કોઈ દલીલ કરી ન હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ અપીલો પર અગાઉ કેટલાક દિવસો સુધી વિસ્તૃત સુનાવણી થઈ હતી, પરંતુ ત્યારબાદ સુનાવણી આગળ વધી શકી નહોતી.

સુપ્રીમ કોર્ટે આદેશમાં શું નોંધ્યું?

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, મુખ્યત્વે તબીબી કારણોસર આ અરજી કરવામાં આવી છે અને દોષિતની તબીબી સ્થિતિ અંગે તેના વરિષ્ઠ વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી હકીકતો રાજ્ય તરફથી પણ સાચી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આ હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તબીબી કારણોસર દોષિતની સજા સસ્પેન્ડ કરવાની રાહત આપી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score