WTC FINAL – પિચ પર ઉઠયા સવાલ, બે દિવસમાં 28 વિકટ પડી, પુર્વ ક્રિકેટર પિચથી નારાજ

By: nationgujarat
13 Jun, 2025

આફ્રિકા અને ઓસ્ટ્રલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી છે. લોર્ડસમા રમાઇ રહી છે ફાઇનલ મેચ જેમા બે દિવસમાં 28 વિકેટ પડી છે. મેચમા ચોથા દિવસમા પરિણામ આવવાની સંભાવના છે કારણ કે શરૂઆતના જ બે દિવસમાં 28 વિકેટ પડી છે જેનાથી મેચ ઝપથી પતી જાય તેવી આશા છે. ભારતના પુર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ લોર્ડસમા રમાઇ રહેલી ટેસ્ટ મેચની પીચને લઇ સવાલ ઉઠાવ્યા છે.  આકાશ ચોપડાએ તેની યુટ્યુબ ચેનલમા પિચને લઇ સવાલ કરતા કહ્યુ કે પિચમા પક્ષપાત કરવામાં આવ્યો છે. ભારતીય પીચ પર આવી રીતે વિકેટ પડી હોત તો ઘણી ટીકાઓ થઇ હોત ભારત પર ટેસ્ટ મેચને ખતમ કરવાનો અને પીચ પર છેડછાડ કરવાનો આરોપ લાગી ગયો હોત. આ પિચમા બેટીંગ કરવુ મુશ્કેલ થઇ રહ્યુ છે બોલ સ્પીન અને ઉછળી રહ્યો છે આવી પીચ પર ફાઇનલ રમવાની પરવાનગી કેવી રીતે આપી શકાય.

હાલ સ્કોરની વાત કરીએ તો ઓસ્ટ્રલીયા પહેલી બેટીગમાં 212 અને બીજી બેટીગમાં 207મા ઓલ આઉટ થયુ હતુ આફ્રિકા પહેલી બેટીંગમા 138 અને બીજી બેટીગમાં 47-1 વિકેટ છે આ સ્કોર સમાચાર લખાઇ રહ્યા છે ત્યારનો છે. આફ્રિકાને જીતવા માટે 235 રન કરવાના છે એવામાં આશા છે કે પરિણામ આજે અથવા કાલના દિવસમાં આવી જશે.


Related Posts

Load more