ગુરુવારે ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ સાથે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં બંને ટીમોએ મળીને 440 રન બનાવ્યા.
પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેએ પણ દમ દેખાડ્યો, પરંતુ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 184 રન જ બનાવી શકી. ભારતે 72 રનથી મેચ પોતાના નામે કરી.
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિકે માહિકાને ફ્લાઈંગ કિસ આપી
જેવી હાર્દિકે પોતાની ફિફ્ટી પૂરી કરી, તેણે તરત જ બેટ ઉંચુ કરીને સ્ટેન્ડમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા તરફ જોયું અને તેને ફ્લાઈંગ કિસ આપી હતી. આ દરમિયાન માહિકા પણ સ્ટેન્ડમાં હાર્દિકને ખૂબ જ ઉત્સાહથી ચીયર કરતી જોવા મળી હતી અને તેણે પણ સામે હાર્દિકને ફ્લાઈંગ કિસ આપીને અભિવાદન ઝીલ્યું હતું.