Teeth: આ 5 માંથી એક પણ વસ્તુ રોજ ખાશો તો વધી જાશે દાંતની સેંસિટિવિટી, ઝડપથી ખરાબ થઈ જાય દાંત

By: nationgujarat
09 May, 2025

Worst Foods for Teeth: દાંત હેલ્ધી રહે તે માટે નિયમિત બ્રશ કરવામાં આવે છે. પરંતુ દાંતને આજીવન સારા રાખવા હોય તો ફક્ત બ્રશ કરવું પૂરતું નથી. દાંતની પણ વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ કે પીએ છીએ તેની અસર દાંતને થાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને નિયમિત ખાવાથી દાંતને નુકસાન થઈ શકે છે. આ પાંચ વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુ પણ જો નિયમિત ખાવામાં આવે તો દાંત ધીરે ધીરે નબળા પડી જાય છે અને સમય કરતા પહેલા જ તૂટી પણ જાય છે. ઓરલ હાઇજિનને જાળવી રાખવાની સાથે અને દાંતની સફાઈ કરવાની સાથે જ આ વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.

લીંબુ પાણી 

લીંબુપાણી શરીરને જેટલો ફાયદો કરે છે એટલું જ નુકસાન દાંતને કરી શકે છે. લીંબુ અને સંતરામાં એસિડ વધારે હોય છે જે દાંતના ઉપરના પડને ધીરે ધીરે ખરાબ કરે છે. જો કોઈ વ્યક્તિ લીંબુ પાણી નિયમિત રીતે પીવે તો તેના દાંત વધારે સનસિટિવ થઈ જાય છે. જો દાંતને લીંબુ પાણીની આડઅસરથી બચાવવું હોય તો લીંબુ પાણી પીતી વખતે સ્ટ્રોનો ઉપયોગ કરવો. લીંબુ પાણી પીધા પછી કોગળા જરૂરથી કરવા.

આમલી 

આમલી પણ દાંતને નુકસાન કરી શકે છે. આમલીમાં પણ એવું એસિડ હોય છે જે દાંતની બહારની પરતને નબળી અને પાતળી કરી નાખે છે. આમલી નિયમિત ખાવામાં આવે તો દાંતનું ઇનેમલ ઘસાઈ જાય છે અને દાંત સનસેટિવ થઈ જાય છે. આમલી ખાવાથી બેક્ટેરિયા વધે છે અને કેવેટી પણ થાય છે.

અથાણું 

ચટપટા અથાણા ખાવા સૌને ગમે છે પરંતુ રોજ જો અથાણું વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે દાંતને નુકસાન કરે છે. અથાણામાં તેલ અને મીઠું વધારે હોય છે જે દાંતને નુકસાન કરી શકે છે. ખાસ કરીને બહારના તૈયાર અથાણા હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમારે અથાણા ખાવા હોય તો ઘરે બનાવેલા અથાણા જ ખાવા અને અથાણું ખાધા પછી દાંતને સારી રીતે સાફ કરી લેવા.


Related Posts

Load more