ઇરાનમાં 5.5 ની તીવ્રતા નો ધરતીકંપ : શું યુદ્ધની તૈયારીઓ વચ્ચે તેણે પરમાણુ-બોમ્બ પ્રયોગ કર્યો છે?

By: Krunal Bhavsar
19 Feb, 2026

 

નવી દિલ્હી : અમેરિકા સાથે યુદ્ધની તૈયારીઓ વચ્ચે ઇરાનની ધરતી જબરજસ્ત ભૂકંપથી ધૂ્રજી ઊઠી હતી. દક્ષિણ ઇરાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ૫.૫ જેટલી આંકવામાં આવી છે. જર્મનીનાં ભૂવિજ્ઞાાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા પ્રમામે ભૂકંપનું કેન્દ્ર તે ૧૦ કી.મી. નીચે એટલે કે ૬.૬ માઇલ નીચે હતું.

અચાનક જ આવેલા આ ભૂકંપને લીધે એવી હવા પણ ચાલી રહી છે કે ઇરાને કદાચ ભૂગર્ભમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હશે.

આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ જો તેમ થાય તો તે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. કારણ કે એક તરફ અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. બીજી તરફ ઇરાને પણ સામી ધમકી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો ઇરાન તેના બંને યુદ્ધ જહાજોને દરિયામાં ડૂબાડી દેશે. આ ધમકી વચ્ચે અચાનક ભૂકંપ આવવો તે પરમાણુ પરીક્ષણ તરફ ઇશારો કરે છે.

ભૂકંપ વિજ્ઞાાનીઓના કહેવા પ્રમાણે ભૂકંપ ઘણી જ ઓછી ઊંડાઈએ આવ્યો છે, અને તેનો વિસ્તાર પણ ઘણો છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો ભયભીત બની ગયા છે. દેશની સરકારે પણ આપાતકાલીન ટીમોને સતર્ક કરવા સાથે રાહત અને આપદા પ્રતિક્રિયા દળોને મેદાનમાં ઉતારી દીધાં છે. આફ્ટર શોક્સની ભીતિને લીધે હાઈ એલર્ટ જારી કરી દેવાયો છે.

બુશહરમાં છે Iran ની મહત્ત્વની ન્યૂક્લિયર સાઈટ

બુશહરમાં ઈરાનની મહત્ત્વની ન્યૂક્લિયર સાઈટ છે. જૂન-2025માં જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારે પણ અમેરિકાના હુમલાથી બુશહર બચી ગયું હતું. બુશહર ઈરાનની એકમાત્ર ન્યૂક્લિયર સાઈટ છે, જે ચાલુ છે. ઈરાનનું કહેવું છે કે યૂરેનિયમ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવે છે.

બુશહરમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ (Nuclear Programme) રશિયા દ્વારા સંચાલિત છે. રશિયા (Russia) એ તાજેતરમાં અહીં વધુ આઠ સાઈટ બનાવવાની ઘોષણા કરી હતી. જાણકારો મુજબ, બુશહરમાં જ ઈરાન ચુપચાપ પરમાણુ હથિયારો (Nuclear Weapon) ની તૈયાર કરે તેવી શક્યતા છે.

ઈરાન પાસે 440 કિલોગ્રામ સંવર્ધિત યૂરેનિયમ

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશન (International Atomic Energy Organisation) પ્રમાણે, ઈરાન પાસે હાલ 440 કિલોગ્રામ યૂરેનિયમ છે. આ યૂરેનિયમ 60 ટકા સુધી જૂન – 2025માં સંવર્ધિત હતું. 90 ટકા સુધી સંવર્ધિત થયા બાદ યૂરેનિયમથી પરમાણુ હથિયાર તૈયાર કરી શકાય છે. ઈરાન પાસે 10 પરમાણુ હથિયાર બનાવવા જેટલું યૂરેનિયમ છે.

તાજેતરમાં આ યૂરેનનિયમને ઈરાનથી ટ્રાન્સફર કરવા માટે અમેરિકાએ તેહરાન પર દબાણ બનાવ્યું છે. તેના માટે ઓમન અન જિનેવામાં વોશિંગ્ટ-તહેરાનના અધિકારીઓની બેઠક પણ થઈ છે.

 

 

IRAN faces chaos from HUGE explosions and an earthquake near TEHRAN!

 


Related Posts

Load more