બ્રેકીંગ ન્યુઝ : આઈ.સી.સી વુમન્સ ક્રિકેટ વલ્ડકપ 2025 ની થ્રિલર સેમિફાઇનલ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રલિયા ને પછાડ્યું

By: Krunal Bhavsar
30 Oct, 2025

IND W vs AUS W: ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી પછાડ્યું   . આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે.

ભારતીય શેરનીઓ નો કમાલ : મહારાષ્ટ ના ડોક્ટર ડી.વાય પાટીલ સ્ટેડિયમ માં આજે રમાયેલી આઈ.સી.સી વુમન્સ ક્રિકેટ વલ્ડકપ 2025 ની રોમાંચક સેમિફાઇનલ મેચ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શેરની બની ને ઓસ્ટ્રલિયા ની કાંગારું મહિલા ક્રિકેટ ટિમ ને હરાવી. 339 ર નો વિશાલ તોતિંગ સ્કોર ને 5 વિકેટે ચેઝ કરી લીધો. ફરી એક વખત ફાઇનલ મેચ માં જગ્યા બનાવી લીધી.

ખાસ વાતો

  • ભારતીય ટીમે વુમન્સ વન-ડેનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો છે. અગાઉનો રેકોર્ડ 331 રનનો હતો, જે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે કર્યો હતો.
  • ભારતીય ટીમ ત્રીજી વખત વુમન્સ વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી છે. ટીમ 2017 અને 2005ના એડિશનની ફાઈનલમાં પણ પહોંચી હતી.

ભારતીય મહિલા નો રન ચેઝ નો રેકોર્ડ : ભારતે વુમન્સ વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ રનચેઝ કર્યો. . સેમિફાઈનલમાં 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, ભારતી મહિલા ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્ઝ ના નાબાદ 127 રન; હવે થશે 2 નવેમ્બરે સા. આફ્રિકા સામે ફાઈનલમાં ટક્કર.

આઈ.સી.સી વુમન્સ વલ્ડકપ 2025 ની સેમિફાઇનલ માં જેમિમાહ રોડ્રિગ્ઝ ની શતકીય પારી : ભારતીય મહિલા ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્ઝે ઓસ્ટ્રલિયા ની મહિલા ક્રિકેટરો ને બોલિંગ માં બરોબર ની નીચોવી નાખી હતી. બેટિંગ માં કુશળતા બતાવી ને 134 બોલ માં 14 ચોગ્ગા ની મદદ થી નાબાદ એટલે કે અણનમ 127 રન બનાવ્યા.

જીત પછી રડવા લાગી જેમિમાહ, કહ્યું- માતા-પિતાની આભારી છું

મેચ જીતાડ્યા પછી જેમિમાહ મેદાન પર જ બેસી ગઈ અને રડવા લાગી. તેમણે કહ્યું-

હું મારા માતા-પિતાની આભારી છું. મને 5 મિનિટ પહેલાં જ ખબર પડી કે હું નંબર-3 પર બેટિંગ કરવા જઈ રહી છું.

તેણે આગળ કહ્યું-

નવી મુંબઈ મારા માટે ખાસ છે અને લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા અને તેમણે અમને આટલો ટેકો આપ્યો. આ માટે હું બધાનો આભાર માનું છું.

ભારતીય મહિલા કેપટન હર્મન પ્રીત કૌર ની ભી તોફાની બેટિંગ : ભારતીય મહિલા ક્રિકેટ ટિમ ની કેપ્ટ્ન હર્મન પ્રીત કૌરે ભી તોફાની બેટિંગ કરી ને 88 બોલ માં 89 રન બનાવ્યા હતા , જેમાં 10 ચોગ્ગા અને 2 આકાશી છગ્ગા નો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો.

ટીમ ઓસ્ટ્રેલિયા ની ભી તોફાની બેટિંગ : ટીમ ઓસ્ટ્રેલિયા એ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. પી લીચીફિલ્ડે તોફાની બેટિંગ કરતા સાડી ફટકારી હતી , 93 બોલ માં 17 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા મારી ને 119 રન કરી ને આઉટ હૈ હતી , એસ્લે ગાર્ડનરે ભી તોફાની બેટિંગ કરી હતી , 45 બોલ માં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ની સાથે લડાયક 63 રન બનવ્યા હતા, ભારતીય મહિલા બોલરો માં એન. ચારણી , દીપ્તિ શર્મા ને 2 વિકેટ મળી હતી જેના જવાબમાં ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.

ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.


Related Posts

Load more