TRUMP નો ફરી દાવો – મે ભારત-પાક પરમાણુ યુદ્ધ અટકાવ્યું ,હું તાનાશાહ નહી પણ એક….

By: nationgujarat
25 Aug, 2025

બોલી ને ચર્ચામા રહેવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ માહિર છે તેમને સોમવારે વ્હાઇટ હાઉસમા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસમા તેમણે ઘણા મહત્વના મુદ્દા પર વાત કરી તેમણે કહ્યુ કે હુ તાનાશાહ નહી પણ એક સમજદાર વ્યક્તિ છું તેમણે દાવો કર્યો કે તેમના કારણે ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા અટકી ગયું છે. તેમણે એમ પણ કહ્યુ કે ઇરાનના પરમાણુ સેન્ટર પર સફળ ઓપરેશન કર્યુ હતુ. તેમને પોતાના નિવેદનમા પોતાના જ વખાણ કર્યા છે.

ટ્રમ્પે કહ્યુ કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ એટલો બધો વઘી ગયો હતો કે બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થઇ શકતુ હતુ તેમને 7 ફાઇટર જેટ વિમાન તોડી નાખ્યા હતા અને તેમને રોકવા માટે થોડો જ સમય હતો મારી દખલગીરી પછી પરમાણુ યુદ્ધ અટક્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે ટેરિફને કારણે યુદ્ધ અટકાવ્યું. ટેરિફની તાકાત કોઇ નથી જાણતુ આનાથી મોટા પ્રમાણમા રેવન્યુ આવે છે.

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે કહ્યુ કે અમેરિકા હવે યુક્રેનને યુદ્ધ માટે કોઇ મદદ નથી કરતુ અમે નાટો સાથે કામ કરીએ છીએ અમે યુદ્ધ અટાવવા માંગીએ છીએ અને આ માટે પુતિન જોડે વાત ચિત ચાલે છે. આ .યુદ્ધ અટકાવુ મારા માટે સરળ હતુ પરંતુ હવે અઘરૂ થતુ જાય છે.


Related Posts

Load more