બ્રેકીંગ ન્યુઝ : ભારતની દિકરીઓએ રચી દીધો “ઇતિહાસ”, હરમનપ્રીત કૌરની ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન, પહેલી વખત જીત્યો ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025

By: Krunal Bhavsar
02 Nov, 2025

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન : મહિલા વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચ્યો

દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લોરા વુલ્વાર્ડ્ટે સૌથી વધુ 101 રન બનાવ્યા. લોરાએ 98 બોલ પર 11 ચોકા અને એક છગ્ગા ફટકાર્યા જ્યારે એનરી ડર્કસને 35 રન બનાવ્યા. સુને લુસે 25 રન બનાવીને આઉટ થઈ. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 4 વિકેટ લીધી જ્યારે શેફાલી વર્માએ 2 વિકેટ લીધી હતી.આ પહેલાં ઈજાને કારણે પ્રતિકા રાવળની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલી શેફાલી વર્મા (78 બોલમાં 87 રન) અને દીપ્તિ શર્મા (58૮ બોલમાં 58 રન)ની અર્ધશતકીય પારીઓ સાથે રિચા ઘોષની તોફાની બેટિંગ(24 બોલમાં 34 રન)ની મદદથી ભારતે 7 વિકેટ પર 298 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. બેટિંગનું આમંત્રણ મળતાં શેફાલીએ સ્મૃતિ મંધાના (58 બોલમાં 45 રન) સાથે પ્રથમ વિકેટ માટે શતકીય (106 બોલમાં 104 રન) અને જેમિમા રોડ્રિગ્સ (37 બોલમાં 24 રન) સાથે બીજી વિકેટ માટે 62 બોલમાં 62 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી.

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિ મહિલા ODI વર્લ્ડ કપના એક જ એડિશનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. સ્મૃતિએ આ વર્લ્ડ કપમાં કુલ નવ ઇનિંગમાં 434 રન બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે.

શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા કમાલ : શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા બંને દીકરીઓ આજ ની રોમાંચક ફાઇનલ માં પોતાનું આગવું યોગદાન આપ્યું હતું. શેફાલી વર્મા લડાયક 87 રન ની સાથે દક્ષિણ આફ્રિકા ની 2 મહત્વની મહત્વ ની વિકેટ ઝડપી હતી, તેમજ દીપ્તિ શર્મા 58 રન માર્યા હતા તેમજ દક્ષિણ આફ્રિકા ની ટીમે ને 5 વિકેટ લઇ ને વેરવિખેર કરી નાખી હતી. 

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન: મંધાનાએ 18મા ઓવરમાં શતકીય જોડી પૂરી કરી

મંધાનાએ 18મા ઓવરમાં ક્લો ટ્રાયોનની બોલ પર ચોકા સાથે પ્રથમ વિકેટ માટે 104 બોલમાં શતકીય ઈનિંગ પૂરી કરી હતી. જોકે, તે જ ઓવરમાં બે બોલ પછી વિકેટકીપર સિનાલો જાફ્ટાને કેચ આપીને પેવેલિયન પરત ફરી હતી. સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વિજયી ગાથા લખનારી જેમિમા રોડ્રિગ્સનું સ્વાગત દર્શકોએ જોરશોરથી કર્યો હતો. શેફાલીએ તે જ ઓવરમાં એક રન ચોરીને લગભગ ત્રણ વર્ષના અંતરાળ પછી વનડેમાં પોતાનું પ્રથમ અર્ધશતક પૂરું કર્યું.

મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં રિચા ઘોષની કમાલ!

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની ખેલાડી રિચા ઘોષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં 12 છગ્ગા ફટકારીને વર્લ્ડ કપના સિંગલ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. નોંધનીય છે કે, અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટીન (Deandra Dottin) વર્ષ 2013માં 12 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ સર્જ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે સર્જ્યો રેકોર્ડ

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક શાનદાર રેકોર્ડ પોતાના નામ કર્યું છે. હરમનપ્રીત મહિલા વનડે વર્લ્ડ કપની નોકઆઉટ્સમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. હરમનપ્રીતે 4 ઇનિંગમાં 331 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતું, જેણે 6 ઇનિંગમાં 330 રન બનાવ્યા હતા.

મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

  • 12 – રિચા ઘોષ (2025માં)
  • 12 – ડિઆન્ડ્રા ડોટિન (2013માં)
  • 12 – લિઝેલ લી (2017માં)
  • 11 – હરમનપ્રીત કૌર (2017માં)
  • 10 – નાદીન ડી ક્લાર્ક (2025માં)

મહિલા વનડે વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી વધુ રન

  • 331 – હરમનપ્રીત કૌર (4 ઇનિંગ્સ)
  • 330 – બેલિન્ડા ક્લાર્ક (6 ઇનિંગ્સ)
  • 309 – એલિસા હીલી (4 ઇનિંગ્સ)
  • 281 – નેટ સાયવર-બ્રન્ટ (5 ઇનિંગ્સ)
  • 240 – ડેબી હોકલી (5 ઇનિંગ્સ)

 


Related Posts

Load more