કુમકુમ મંદિરના સંતોના શુભહસ્તે “ભીતરની સમૃદ્ધિની અનુભૂતિ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

By: nationgujarat
05 Apr, 2025

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંતો દ્વારા ગુર્જર દ્વારા પ્રકાશિત રાજેશ ભાસ્કર વત્તમવાર લિખિત અને યોસેફ મેકવાન દ્વારા અનૂદિત “ભીતરની સમૃદ્ધિની અનુભૂતિ” પુસ્તકનું ગુજરાત વિશ્વકોશ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી,શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, ૫.દ્મ.શ્રી જોરાવરસિંહ જાદવ, મનુભાઈ શાહ, રાજેશ ભાસ્કર વત્તમવાર, છોટુ વેલજી શાહ – ગડા, રોહિતભાઈ શાહ, નીતીનભાઈ ઠક્કર આદિ મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં અને તે સહુએ તેમની વાણીનો લાભ આપ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માણસે જીવનમાં સુખની અનુભૂતિ કરવી હોય તો, અરીસામાં નહિ, હૃદયમાં જોવું પડે. આ પુસ્તક શીખવે છે કે, સુખ પૈસામાં નહિ, પરમેશ્વરના ચરણોમાં રહેલું છે.

સુખ સાચી સમજણમાં રહેલું છે. જે માણસ સાચી સમજણ કેળવી શકે છે, તે સદાય સુખ અને શાંતિને પ્રાપ્ત કરી શકે. ધનનો યોગ સારો છે, પણ ધનનો રોગ લાગું પડે તે માણસ દુઃખી થાય છે. જીવનમાં જોઈએ થોડું અને દોડવાનું ઝાઝું તેણે કરીને માણસ દુઃખી થાય છે. તેથી સાચી સમજણ કેળવવી જોઈએ.


Related Posts

Load more